ત્રીજી લહેરમાં ટકી રહેવા લોકોએ શોધ્યો રામબાણ ઈલાજ! ચા ના બદલે દિવસમાં ત્રણવાર પીવે છે આ પીણું!
નવી દિલ્લીઃ હાલ દુનિયાભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. જેમાં ઓમિક્રોન સહિત નવા નવા પ્રકારના વેરિયન્ટ જોવા મળી રહ્યાં છે. ત્યારે આ સ્થિતિમાં પોતાની જાતની સંભાળ રાખવી વધારે કપરી બની ગઈ છે. એવામાં લોકોએ ફીટ રહેવા માટે શોધી કાઢ્યો છે નવો ઉપાય. ચા પીવાને બદલે લોકોએ હવે આ પીણું પીવાનું શરૂ કરી દીધું છે.
શિયાળામાં ચા પીવાની ખૂબ ઈચ્છા થાય છે. પરંતુ જેમ તમે જાણો જ છો કે, વધુ પડતી ચા પીવાના ફાયદા ઓછા અને નુકસાન વધુ થાય છે. આવા હવામાનમાં શરદી-ખાંસીની સમસ્યા સામાન્ય છે. અને ઉપરથી કોરોનાના નવા પ્રકારો પણ વધી રહ્યા છે. મતલબ કે, આ સમયે જો તમારે તમારી જાતને સુરક્ષિત રાખવી હોય તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે હેલ્ધી ફૂડ પર પણ ધ્યાન આપવું પડશે. પુષ્કળ પાણી પીવો અને અહીં જણાવેલ ઉકાળો પણ દિવસમાં એક કે બે વાર પીવો.
1. હળદર, જીરું, અજમાનો ઉકાળો:
સામગ્રી-
જીરું - 1/2 ટીસ્પૂન, છીણેલું આદુ - 1/2 ટીસ્પૂન, કેરમ સીડ્સ - 1/2 ટીસ્પૂન, તુલસી-5, લવિંગ-2, હળદર પાવડર - 1/2 ટીસ્પૂન, કાળા મરી એક ચપટી, લીંબુનો રસ - 1/ 2 ચમચી પાણી - 3 કપ.
પદ્ધતિ-
એક કડાઈમાં લીંબુ સિવાયની દરેક વસ્તુને ઢાંકીને ઉકાળો જ્યાં સુધી તેની માત્રા અડધી ન થઈ જાય.
ત્યાર બાદ તેને કપ કે ગ્લાસમાં કાઢી લો. તેમાં લીંબુનો રસ ઉમેરો.
આ ઉકાળો દિવસમાં બે વાર પીવાથી ઘણો ફાયદો થશે.
2. શાકભાજી અને ફળોનો ઉકાળો:
સામગ્રી-
કેળના પાન - 1 કપ, ફુદીનાના પાન - 1/2 કપ, પાલક - 1 કપ, બ્લુબેરી અથવા સ્ટ્રોબેરી - 2 ચમચી, કાકડીના ટુકડા - 1, લીંબુનો રસ - 2 ચમચી, કાળું મીઠું ચપટી
પદ્ધતિ-
બધી સામગ્રીને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.
જરૂર મુજબ પાણી ઉમેરો. વધુ પડતું પ્રવાહી ન કરો.
એક ગ્લાસમાં કાઢીને ઉપર કાળા મરી છાંટીને સર્વ કરો.
3. આદુ-તુલસીનો ઉકાળો:
સામગ્રી-
આદુ છીણેલું - 1 ચમચી, તજ-1 નંગ, લવિંગ-2, એલચી-1, મધ-1 ચમચી, તુલસીના પાન-મુઠ્ઠીભર, કાળા મરી-1 ચમચી, પાણી - 4 કપ
સામગ્રી-
એક કડાઈમાં ચાર કપ પાણી નાંખો અને તેને ઉકળવા દો.
ત્યારબાદ તેમાં આદુ, તજ, લીલી ઈલાયચી, લવિંગ, તુલસી નાખીને 2-3 મિનિટ ઉકળવા દો. જેથી આ બધી વસ્તુઓનો અર્ક પાણીમાં ભળી જાય.
તેને ગ્લાસ કે કપમાં કાઢીને તેમાં મધ મિક્સ કરીને ગરમાગરમ પીવો.
(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)