Cumin Water vs Coriander Water: જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, તો ઘણા બધા લોકો નેચરલી ઉપાયોથી વજન ઘટાડવાનું પસંદ કરે છે. આ માટે તે જે પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેમાં જીરુંનું પાણી અને કોથમિરનું પાણી સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આ બન્નેમાંથી કયું વધુ ફાયદાકારક હોઈ શકે છે? બન્ને વજન ઘટાડવા માટે શરીરમાં મેટાબોલિઝમ અને ડિટોક્સિફિકેશનને પ્રોત્સાહન આપે છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે વજન ઘટાડવા માટે કયું સૌથી સારું હોઈ શકે છે? ચાલો અહીં જણાએ કે તમારા માટે કયું સારું હોઈ શકે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવા માટે જીરુંના પાણીના ફાયદા
જીરુંને પાણીમાં પલાળીને અથવા ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકો તેનો ઉપયોગ દવા તરીકે પણ કરે છે. આને પીવાથી પાચનતંત્ર ખૂબ સારું રહે છે. આ ઉપરાંત તે મેટાબોલિઝમમાં પણ સુધારો કરે છે અને શરીરમાં વધારાની કેલરી બર્ન કરે છે. તેથી તેનું સેવન કરવાથી તમારા શરીરમાં કોઈ કેલરી પહોંચતી નથી, જેના કારણે તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે. તમે તેને રોજ સવારે ખાલી પેટ પી શકો છો.


શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!


વજન ઘટાડવા માટે કોથમિરના પાણીના ફાયદા
કોથમિરનું પાણી તૈયાર કરવા માટે કોથમિરને પલાળી રાખો અથવા ઉકાળો અને પાણી ગાળી લો. કોથમિરનું પાણી વજન ઘટાડવા માટે અસરકારક પીણું સાબિત થઈ શકે છે. કોથમિરના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને અનહેલ્ધી ખાવાથી બચે છે. તેનાથી ગેસ, અપચો, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા પણ થતી નથી. આ ઉપરાંત તે મેટાબોલિઝમ વધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.


કયું વધુ સારું
બન્ને પાણી વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બન્ને તમારા શરીર પ્રમાણે કામ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમને ડાઈજેશન અને સ્લો મેટાબોલિઝમની ફરિયાદ છે અને તમારું બ્લડ સુગર લેવલ બરાબર નથી, તો તમારે જીરુંનું પાણીનું સેવન કરવું જોઈએ, જ્યારે તમને હોર્મોન સંતુલન, ડાઈજેશનની સમસ્યા અને કબજિયાત જેવી સમસ્યાઓ છે, તો તમારા માટે કોથમિરનું પાણી સેવન કરવું સારું રહેશે.


આખી દુનિયામાં જોવા મળશે કાળો કોહરામ, 1000 દિવસ પછી મોટી તબાહીનું રેડ અલાર્મ?


Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.