વાળમાંથી ડેન્ડ્રફ દુર કરશે દાદી-નાનીના સમયનો આ નુસખો, જીદ્દી ડેન્ડ્રફની થઈ જશે છુટ્ટી
Get Rid Of Dandruff: જો વાળમાં ડેન્ડ્રફ હદ કરતાં વધી ગયો હોય તો આજે તમને એક જોરદાર ઘરગથ્થુ ઉપચાર જણાવીએ. જેની મદદથી એક અઠવાડિયામાં જ જીદ્દી ડેન્ડ્રફ દુર થઈ જશે. ડેન્ડ્રફની સમસ્યા દુર કરવા તમે આમળા અને દહીંનો ઉપયોગ કરી શકો છો. આમળાના પાવડરને જો તમે નિયમિત રીતે થોડા સમય માટે વાળમાં લગાવશો તો વાળમાંથી ખોડો કાયમ માટે દૂર થઈ જશે.
Get Rid Of Dandruff: વાળમાં જ્યારે ખોડો વધવા લાગે અને વાળના મૂડ નબળા પડવા લાગે છે. ડેન્ડ્રફના કારણે ઘણીવાર લોકોની વચ્ચે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે અને વાળ ખરવાની સમસ્યા વધી જાય તે અલગ. વાળમાં ડેન્ડ્રફના કારણે ઘણી બધી અન્ય સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. જેમકે તેના કારણે સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે. વાળ વધારે ખરે છે, વાળ ડ્રાય થઈ જાય છે વગેરે.
આવી સમસ્યા તમને પણ હોય અને જો વાળમાં ડેન્ડ્રફ હદ કરતાં વધી ગયો હોય તો આજે તમને એક જોરદાર ઘરગથ્થુ ઉપચાર જણાવીએ. જેની મદદથી એક અઠવાડિયામાં જ જીદ્દી ડેન્ડ્રફ દુર થઈ જશે. ડેન્ડ્રફની સમસ્યા દુર કરવા તમે આમળા અને દહીંનો ઉપયોગ કરી શકો છો. આમળાના પાવડરને જો તમે નિયમિત રીતે થોડા સમય માટે વાળમાં લગાવશો તો વાળમાંથી ખોડો કાયમ માટે દૂર થઈ જશે.
આ રીતે વાળમાં આમળાનો કરો ઉપયોગ
આ પણ વાંચો:
બહાર નીકળેલું પેટ 20 દિવસમાં થશે ગાયબ, સવારે જાગો એટલે પલંગમાં જ કરી લેવી આ 2 કરસત
શું તમે પણ 10-15 દિવસ પછી બદલો છો બેડશીટ ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી
પાણીમાં આ વસ્તુ મિક્સ કરી ધોઈ લો કેળા, એક અઠવાડિયા સુધી કેળા કાળા નહીં પડે
જો વાળના મૂડમાં ખોડો વધી ગયો હોય તો તેને દૂર કરવા માટે જરૂર અનુસાર આમળાનો પાવડર લઈ તેમાં દહીં મિક્સ કરી અને આ મિશ્રણ વાળના મૂળમાં એક કલાક માટે લગાવવું. એક કલાક પછી વાળને સાદા પાણીથી ધોઈ લેવા. ત્યારપછી બીજા દિવસે વાળને શેમ્પુ કરવા.
ખોડા માટે દહીં અને આમળાનું આ મિશ્રણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. દહીમાં લેક્ટિક એસિડ હોય છે જે વાળના મૂળમાંથી ખોડાને સરળતાથી દૂર કરે છે. તમે દહીં અને આમળાનો આ હેર પેક દર 15 દિવસે લગાડશો તો તમારા વાળમાંથી ખોડાની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.
આમળા વાળ માટે પ્રાકૃતિક કન્ડિશનિંગનું કામ કરે છે. તેને લગાડવાથી વાળ મજબૂત થાય છે અને ડેન્ડ્રફથી મુક્તિ મળે છે. શરુઆતમાં સપ્તાહમાં બે વખત આ હેર પેક લગાડશો તો ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઈ જશે અને વાળમાં કુદરતી ચમક વધશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)