નવી દિલ્લીઃ તમે ઘણીવાર જોયું જ હશે કે જ્યારે તમે કોઈ દુકાનમાંથી દહીં લેવા જાવ છો ત્યારે દુકાનદાર માટીના વાસણમાંથી દહીં કાઢે છે. ખરેખર, માટીના વાસણમાં દહીં બનાવવાથી ઘણા ફાયદા થાય છે, જેનાથી આપણે અજાણ છીએ. આ જ કારણ છે કે આપણે ઘરે જ દહીં બનાવવા માટે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરીને ઘણા ફાયદા ગુમાવીએ છીએ. માટીના વાસણમાં દહીં બનાવવાના આ ફાયદાઓ જાણ્યા પછી, તમે ઘરે તે જ રીતે દહીં બનાવી શકશો. પરંતુ તેના માટે કેટલીક બાબતોની કાળજી લેવી પણ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માટીના વાસણમાં દહીં જમાવવાના ફાયદાઃ


1-માટીના વાસણમાં દહીં જમાવવાથી દહીંની સારી થીકનેશ મળે છે..કારણ કે, દહીંમાં રહેલા વધારાના પાણીને માટી શોષી લે છે.


2- દહીં જમાવવા માટે તેને યોગ્ય તાપમાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને માટીનું વાસણ તાપમાન જાળવવામાં મદદ કરે છે. જેના કારણે બાહ્ય તાપમાનમાં વધઘટની દહીં પર કોઈ અસર થતી નથી.


3-માટીના વાસણમાં દહીં જમાવવાથી માટીનો સ્વાદ આવે છે, જે જમતી વખતે ખૂબ જ ટેસ્ટી લાગે છે.


4- માટીમાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફર જેવા ઘણા કુદરતી ખનીજ હોય છે, જે દહીંમાં જાય છે. જેના કારણે દહી વધુ આરોગ્યપ્રદ બને છે.


હવે જાણીશું દહીં ખાવાના ફાયદાઃ


1- પાચન શક્તિ વધારેઃ
દહીંનું નિયમિત સેવન શરીર માટે અમૃત સમાન ગણવામાં આવે છે. અને પાચન માટે સૌથી મહત્વપૂર્ણ છે. પાચન ક્રિયા બરાબર ન હોવાથી તમે બિમારીઓનો શિકાર થઇ જાવ છો. એટલા માટે આ લોહીની ઉણપ અને નબળાઇ દૂર કરે છે. તેનું સેવન પેટમાં થનાર ઇન્ફેક્શનથી પણ બચાવે છે. સાથે જ જે લોકોને ઓછી ભૂખ લાગે છે તે લોકો માટે ફાયદાકારક છે.  


2- મોંઢાના છાલાથી રાહતઃ
દહીંની મલાઇને મોંઢાના છાલા પર દિવસમાં 2-3 વખત લગાવવાથી છાલાની પરેશાનીમાં રાહત મળે છે. દહીં અને મધને બરાબર માત્રામાં મિક્સ કરીને સવાર-સાંજે સેવન કરવાથી મોંઢાના છાલા દૂર થઇ જાય છે. જો તમારી પાસે મધ નથી તો ખાલી દહીં પણ ચાલશે.


3- હેલ્ધી હૃદયઃ
દરરોજ જમવામાં દહીંને સામેલ કરવાથી તમારું હૃદય મજબૂત રહેશે અને ઘણી બિમારીઓથી બચાવી શકશો. કારણ કે કોલેસ્ટ્રોલની વધુ માત્રા લોહીના પ્રવાહને પ્રભાવિત કરે છે અને વ્યક્તિને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો ખતરો રહે છે. એવામાં ફેટ મુક્ત દહીં લોહીમાં બનનાર કોલેટ્રોલની માત્રાને ઓછી કરે છે.


4- દાંત અને હાડકાંને મજબૂત બનાવેઃ
દહીંનું સેવન દાંતો અને હાડકાંઓ માટે પણ સારું ગણવામાં આવે છે, કારણ કે શરીર માટે બધા ડેરી ઉત્પાદો સારા ગણવામાં આવે છે પરંતુ દહીમાં પ્રચુર માત્રામાં મળી આવતાં કેલ્શિયમ અને ફોસ્ફોરસ હાડકાં અને દાંતોને મજબૂતી આપે છે.


5- મોટાપો ઓછો કરેઃ
દહીંના સેવનથી શરીરની ફાલતૂ ચરબીને દૂર કરી શકાય છે, કારણ કે તેમાં મળી આવનાર કેલ્શિયમ શરીરને ફૂલતાં અટકાવે છે. એટલા માટે ડોક્ટર પણ મોટાપાગ્રસ્ત લોકોને ખાસ કરીને દહીંનું સેવન કરવાની સલાહ આપે છે.


6- સુંદર વાળ માટેઃ
વાળને સુંદર, મુલાયમ અને આકર્ષક બનાવવા માટે દહીં અથવા છાસ વડે વાળને ધોવાથી ફાયદો મળશે. તેના માટે ન્હાતા પહેલાં વાળમાં દહીં વડે સારી રીતે માલિશ કરવી જોઇએ. થોડા સમય બાદ ધોવાથી ડેંડરફ દૂર થઇ જાય છે.


7- લૂ નો રામબાણ ઇલાજઃ
ગરમીની સિઝનમાં લૂ લાગવી અને શરીરમાં પાણીની માત્રા ઓછી થવી ખૂબ સામાન્ય વાત છે. એટલા માટે ગરમીમાં બહાર જતાં પહેલાં અને આવ્યા પછી એક ગ્લાસ છાછમાં શેકેલા જીરાનો પાવડર અને થોડું મરીનો પાવડર નાખીને પીવો. તેનાથી તમને લૂ લાગશે નહી અને તમારી બોડીની હીટ ઓછી થશે.