Body બનાવવા ઊંઘું ખાલીને વજન ઉપાડવાની જરૂર નથી, આ Tips ફોલો કરવાથી બનશે શાનદાર એબ્સ!
ઝી બ્યૂરો, અમદાવાદઃ યુવાનોમાં એબ્સ બનાવવાની લોકપ્રિયતા ઘણી વધી છે. પુરુષો અને સ્ત્રીઓ સપાટ પેટની સાથે ઉપસેલા મસલ્સ બનાવવા માટે જીમમાં ઘણી મહેનત કરતા હોય છે. જેને એબ્સ કહેવામાં આવે છે. જો કે, એબ્સ બનાવવા કોઈ રમત વાત નથી. એબ્સ બનાવવા માટે જીમમાં રોજે પરસેવો પાડવો પડે છે અને રોજે બે થી ત્રણ કલાક સખત મહેનત કરવી પડે છે. એબ્સ બનાવવા માટે તમારે કેટલીક મહત્વની ટીપ્સ પણ ફોલો કરવી પડે છે. ચાલો આપણે જાણીએ કે એબ્સ બનાવવા માટે કઈ ટીપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ.
શાનદાર સિક્સ પેક બનાવવાની ટીપ્સ:
1- ડાયટ પર ધ્યાન આપો:
સિક્સ પેક બનાવવા માટે, સૌથી વધુ ધ્યાન તમારે આહાર પર આપવું જોઈએ. તમારા આહારમાં પ્રોટીન અને કાર્બ્સની માત્રા યોગ્ય હોવી જોઈએ. કારણ કે, પ્રોટીન સ્નાયુઓ બનાવવા માટે મદદ કરે છે અને કાર્બ્સ વર્કઆઉટ પછી સ્નાયુઓની પુન: રિકવર કરવામાં મદદ કરે છે.
2- તંદુરસ્ત ચરબી:
લોકો સમજે છે કે પેટને સ્લિમ કરવા અને સિક્સ પેક્સ બનાવવા માટે ચરબી ન લેવી જોઇએ. પરંતુ આ એક ગેરસમજ છે. તમારા શરીરને પોલિમોનોસેચ્યુરેટેડ અને મોનોસેચ્યુરેટેડ ચરબીની જરૂર છે. જે તમે બદામ, મગફળીના માખણ, માછલી અને ઓલિવ તેલમાંથી મેળવી શકો છો. આ ચરબી શરીરમાં બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને પેટ પર ચરબી વધારવા દેતી નથી.
3- ફાયબરયુક્ત ખોરાક:
ફાઇબરવાળા ખોરાક તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને કેલરીનું સેવન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ તમારું પેટ બરાબર રાખે છે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાવાથી બચી શકો છો.. તમારે સફરજન, કાકડી, પાલક જેવા ફાઇબરયુક્ત ખોરાક ખાવા જોઈએ.
4- ઈંડાનું સેવન કરો:
જે યુવાનોને સિક્સ પેક બનાવવા માંગે છે, તેઓએ ડાયટમાં ઈંડાં જરૂર લેવાં જોઈએ. ઈંડાંમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે શરીર માટે ખૂબ જરૂરી છે. જો તમે શાકાહારી હોવ તો તમારે પનીર અથવા દાળને સામેલ કરી શકો છો
5- લીલા શાકભાજીનું સેવન કરો:
ઘણા બધા યુવાનોને લીલાં શાકભાજી ખાવામાં કોઈ રસ જ નથી. પરંતુ સિક્સ પેક બનાવવા ભોજનમાં લીલાં શાકભાજી ઉમેરવા જરૂરી છે. શરીર માટે અતિઆવશ્યક પોષક તત્વો લીલાં શાકભાજીમાં હોય છે. જે સિક્સ પેક બનાવવા મદદરૂપ થાય છે.
6- દહીં:
દહીંમાં રહેલા પોષક તત્વો શરીર સુદ્રઢ બનાવવા મદદરુપ થશે. ફિટનેસ માટે કસરત કરતા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખનાર લોકોએ પણ દહીંને ખોરાકમાં સામેલ કરવું જોઈએ.
7- ઓટ્સ:
પોતાનાં ભોજનમાં ઓટ્સને પણ સામેલ કરવા જોઈએ. ઈંડાં, લીલાં શાકભાજી અને દહીંની જેમ ઓટ્સ પણ સિક્સ પેક બનાવવા મદદગાર થશે. આમ તો ઓટસનું સેવન દરેક લોકોએ કરવું જોઈએ.
8- કેળા:
સિક્સ પેક બનાવવા ઇચ્છતા લોકોએ કેળાંને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ. એવા લોકોએ પણ કેળાં ખાવાં જોઈએ, જેઓ પોતાને તંદુરસ્ત રાખવા માગે છે.
9- પુષ્કળ પાણી પીઓ:
યુવાનો પાણી વધુ પીવાથી દૂર ભાગે છે. તરસ લાગે તો માટલાનું પાણી પીવાને બદલે ઠંડાં પીણાં પીવે છે. પરંતુ પાણી પીવું શરીર માટે ખૂબ જ જરૂરી છે. જે લોકો જિમ જાય છે તેમને તો પાણી ખૂબ પીવું જોઈએ.
10- જીમમાં અથવા ઘરે કરો આ કસરત:
લોકો માને છે કે સિક્સ પેક બનાવવા માટે તાલીમ લેવી મહત્વપૂર્ણ નથી. પરંતુ આ ખોટી વિચારસરણી છે. કારણ કે, વેઈટ તાલીમ લેવાથી તમારા ચયાપચયને વેગ મળે છે અને આખા શરીરની ચરબી બળી જાય છે. ચરબી બર્ન કરવાથી, તમારા શરીર અને પેટનો આકાર બરોબર રહે છે.
1- પ્લેન્ક્સ:
સિક્સ પેક્સ બનાવવા માટે સૌથી કારગર કસરત માનવામાં આવે છે. આ એક સારું વર્કઆઉટ છે. તે કરવાથી મસલ્સ મજબૂત બને છે. પ્લેન્ક આર્મ એક્સરસાઇઝ પેટનાં મસલ્સ (ઇનર કોર મસલ્સ)ને મજબૂતાઈ આપે છે.
2- ક્રન્ચીસ:
ક્રન્ચ એક્સરસાઇઝ હાથ, પગ અને પેટ માટે બેસ્ટ છે. આ કસરત કરવા માટે ઘૂંટણને વાળીને પેટ સુધી લાવો અને હવળાશથી પેટને સાઇડમાં ટ્વિસ્ટ કરો. આવું જમણી અને ડાબી બંને બાજુએ કરો. આ એક્સરસાઇઝથી ઘણી તકલીફો દૂર થાય છે. ખાસ તો તે પેટ ચપટું કરે છે અને માંસપેશીઓને સ્ટ્રોંગ બનાવે છે.
3- લેગ સાઈટ લિફ્ટસ:
આ કસરત કરવાથી એબ્સ તો બને જ છે, સાથે સાથે શરીરને સુંદર આકાર પણ મળે છે. તેમાં એક હાથની કોણીના ટેકે પગને સાઇડમાંથી ઊંચા કરવાના હોય છે.
4- બાય સાઈકલ:
આ કસરતની એક ખાસ વાત એ છે કે, બેડ પર સીધા પડીને સરળતાથી તમે કરી શકો છો. આ કસરતમાં બંને હાથ માથાની પાછળ રાખીને પગને વારાફરતી પેટ પાસે લાવવાના હોય છે.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.