હિંદૂ ધર્મમાં અગરબત્તીનું ખાસ મહત્વ છે. પૂજા-પાઠમાં લોકો અગરબત્તીનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે, અગરબત્તી પ્રગટાવવા માટે પણ કેટલાક નિયમો છે. હિંદૂ ધર્મમાં બે દિવસ એવા છે જ્યારે અગરબત્તીનો ઉપયોગ ન કરવાની સલાહ આપામાં આવે છે.  સનાતન ધર્મમાં આમ તો પૂજા પાઠનું ખાસ મહત્વ છે પરંતુ આ સમયે કેટલીક વસ્તુઓ કરવાની મનાઈ પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂજા પાઠમાં ધૂપ, દિપ, અગરબત્તી કરીને ભગવાનની આરાધના કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં અગરબત્તી સળગાવવાના કેટલાક નિયમો છો. મોટાભાગના લોકો પૂજામાં રોજ એટલા માટે અગરબત્તી કરે છે જેનાથી તેમના ઘરમાં સુખશાંતિ  બની રહે. પરંતુ નિયમ જાણ્યા વિના આવું કરવાથી તમારા ઘરમાં અશાંતિ આવી શકે છે અને દરિદ્રતાનો વાસ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અગરબત્તીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે જેથી તેની સુગંધથી ઘરમાં સુખ શાંતિ અને પોઝિટિવ વાતાવરણ રહે. પરંતુ લોકો એ નથી જાણતા કે શાસ્ત્રોમાં અઠવાડિયાના બે એવા દિવસનો ઉલ્લેખ છે, જે દિવસે અગરબત્તી પ્રગટાવવી અશુભ માનવામાં આવી છે.


જો આ 4 આદત હોય તો આજે જ છોડી દો, પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટાડી નાખે છે


આ રીતે  બાંધો રોટલીનો લોટ...રોટલી બનશે એકદમ પોચી અને ફૂલેલી, ઘરવાળા બે હાથે ઝાપટશે


મોદી સરકારની આ યોજનામાં મળે છે મફતમાં સારવાર, ગોલ્ડનકાર્ડ આપશે 5 લાખનો લાભ  


રવિવાર અને મંગળવાર એવા બે દિવસ છે જ્યારે અગરબત્તી ન કરવી જોઈએ. કારણ કે તેની દાંડી વાંસમાંથી બને છે અને હિંદૂ ધર્મમાં રવિવાર અને મંગળવારે વાંસ સળગાવવાની મનાઈ છે. જો તમે મંગળવારે કે રવિવારે અગરબત્તીનો ઉપયોગ પૂજા પાઠમાં કરો છો તો તેનાથી ઘરમાં ધનનો અભાવ, તણાવ અને દરિદ્રતાનો વાસ થાય છે. અને વંશ પર અસર પડે છે.


તમને જણાવી દઈએ છે શાસ્ત્રોમાં ધુપબત્તીનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. એટલે તમે અગરબત્તીની જગ્યાએ ધુપબત્તીનો ઉપયોગ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube