Dark Circle: જ્યારે આપણી આંખો પર તણાવ અને થાક વધે છે, ત્યારે આંખો નબળી થવા લાગે છે. જેથી આંખની કાળાશ પડી થાય છે. જેને ડાર્ક સર્કલ  કહેવામાં આવે છે. આંખોની આસપાસની ત્વચા ખૂબ નાજુક હોય છે અને લોહીના પ્રવાહમાં સ્થિરતા અથવા ભેજની ખોટને લીધે આંખની નીચેની ત્વચા ખરાબ થઈ જાય છે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે લાલ ટમેટાંનો ઉપયોગ કરી શકો છો. તે તમારી આંખો હેઠળના ડાર્ક સર્કલોમાંથી છુટકારો અપાવશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- ટમાટર અને બટાટા:
તમે બટાકા-ટામેટાનું શાક ખાધું હશે. પરંતુ ટામેટાં અને બટાટા એક સાથે તમારી આંખ નીચેના ડાર્ક સર્કલથી પણ છુટકારો આપાવે છે. આ માટે, એક ટમેટાની પેસ્ટ બનાવો અને બટાકાને મિશ્રણ કરો. હવે આ બંનેને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને આંખોની નીચે હાજર ડાર્ક સર્કલ પર લગાવ્યા પછી અડધો કલાક સૂકાયા બાદ ચહેરો ધોઈ લો


2- ટમાટર અને લીંબુ:
ટમેટાની જેમ લીંબુ પણ બ્લીચિંગ એજન્ટ છે. ટમેટા અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો અને ડાર્ક સર્કલ પર લગાવો. આંખો હેઠળના વિસ્તારને 15 મિનિટ સુધી હળવા હાથથી માલિશ કરો અને પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.


3- ટમાટર અને એલોવેરા:
ટામેટા ત્વચાના રંગને સાફ કરે છે અને એલોવેરા તેને હાઇડ્રેટ કરે છે. ટોમેટો જ્યુસ અને એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ડાર્ક સર્કલ પર લગાવો. 20 મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.


4- ટમાટર, કાકડી અને ફૂદીનો:
સૌ પ્રથમ, ટમેટાંની સાથે ફુદીનાના પાન અને કાકડીને ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને આંખોની નીચે લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. તે પછી પાણીથી ધોઈ લો.


5- કોલ્ડ વોટરઃ
દિવસ દરમિયાન ઠંડા પાણીથી 4થી5 વાર મોઢું ધોવું જોઈએ. જેને કારણે ચહેરો ફ્રેશ રહે છે. અને આંખોની નીચેના ડાર્ક સર્કલ પણ ધીરે ધીરે ઓછા થઈ જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી. ઝીમીડિયા આની પુષ્ટી કરતું નથી.)