Dark Circles ની સમસ્યા સતાવે છે? ફિકર નોટ..આ ઉપાયથી થઈ જશે સમસ્યાનું સમાધાન
નવી દિલ્લીઃ મહિલાઓ કે પુરુષો બંનેની આંખો નીચે ડાર્ક સર્કલ હોવા સામાન્ય બાબત છે. ડાર્ક સર્કલ માત્ર ચહેરા પર ખરાબ જ નથી લાગતા, પરંતુ ઉંમર પહેલા તમને વૃદ્ધ પણ બનાવે છે. આંખો નીચે ડાર્ક સર્કલ હોવાના અનેક કારણો છે. જેમ કે, વધારે તણાવ, ચિંતા, ઓછું પાણી પીવું, હોર્મોન્સમાં ફેરફાર અને વધારે પડતા ટીવી જોવાના કારણે ડાર્ક સર્કલ થઈ શકે છે. અમુક લોકો ઉંઘ પૂરી ન લે અથવા થાક રહેતો હોય તો પણ તેમને ચહેરા પર ડાર્ક સર્કલ્સ દેખાઈ છે. તેને દૂર કરવા માટે તમે અમુક ઘરેલું ઉપાય કરી શકો છો.
ટામેટાં અને લીંબુના રસનો ઉપયોગઃ
ટામેટાં અને લીંબુનો રસ આંખો નીચે થનારા ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે. તમે એક ટામેટાંનું જ્યુસ કાઢો અને તેમાં એક ચમચી લીંબુનો રસ મેળવો. અને આ પેસ્ટને આંખો નીચે 10 મિનિટ સુધી લગાવો. 10 મિનિટ બાદ ચહેરાને વોશ કરી લો. આ પેસ્ટને દિવસમાં ઓછામાં ઓછી બે વાર લગાવવાથી ડાર્ક સર્કલ હળવા થઈ જશે.
કોલ્ડ કંપ્રેસનો ઉપયોગ કરોઃ
ડાર્ક સર્કલ્સ અને આંખો નીચે સોજાને ઓછો કરવા મટે તમે આઈસ પેકથી મસાજ કરો. આઈસ મસાજ ડાર્ક સર્કલ્સને ઓછા કરવામાં મદદ કરે છે. એક ચોખ્ખા ટોવલમાં થોડા બરફના ટુકા લપેટો અને તેને પોતાની આંખો પર લગાવો. આનાથી ડાર્ક સર્કલ અને આંખોના સોજામાં રાહત મળશે. અથવા ટોવલને ઠંડા પાણીમાં પલાળીને આંખો નીચે 20 મિનિટ સુધી લગાવો.
બટાટાથી ડાર્ક સર્કલ કરો દૂરઃ
તમે બટાટાને છીણીને તેનો રસ નીકાળો અને તેને કોટનની મદદથી આંખ નીચે લગાવી દો. રૂથી આંખો નીચે ડાર્ક સર્કલ્સ એકદમ કવર કરી લો. સપ્તાહમાં બે વખત બટાટાના રસને લગાવવાથી આંખો નીચેના કાળા ડાઘથી રાહત મળશે.
ટી બેગનો કરો ઉપયોગઃ
ઠંડી ટી-બેગ્સ પણ ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે. ટી-બેગ થોડીવાર માટે પાણીમાં ડુબાડીને રાખો. તે પછી તેને ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકી દો. પછી તે ઠંડા પેકને આંખો પર 10 મિનિટ સુધી લગાવીને રાખો. આ લગાવવાથી આંખો નીચે ડાર્ક સર્કલમાં રાહત મળે છે.