નવી દિલ્હી: છોકરીઓ મોટે ભાગે પોતાની માતાની નજીક હોય છે. આવી સ્થિતિમાં ભાવનાત્મક અટેચમેન્ટ હોવુ સ્વાભાવિક છે. લગ્ન પછી પણ માતા-પુત્રી વચ્ચેનું બંધન એટલું વધારે હોય છે કે તે પોતાની દરેક વાત માતા સાથે શેર કરે છે. પરંતુ પરિણીત પુત્રીએ તેની માતા સાથે કેટલી બાબતો શેર કરવી જોઈએ તે અંગે લોકોમાં મતભેદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, આ વાત મોટાભાગે દીકરીની વિવેકબુદ્ધિ પર નિર્ભર કરે છે. તેને ખ્યાલ હોવો જોઈએ કે, માતા સાથે કઈ વાત શેર કરવી જોઈએ અને કઈ નહીં. બીજી બાજુ એવા પણ લોકો છે, જેમના મત મુજબ લગ્ન પછી દીકરીએ આ વાતો માતા સાથે શેર ન કરવી જોઈએ.



લગ્ન પછી દીકરી સાસરિયામાં ખુશ છે કે નહીં? દરેક માતા આ જાણવા વાત જાણવા માટે ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં ફોન કરીને દીકરી પોતાની માતાને દિવસભરની કથા જણાવે છે. પરંતુ એકવાર ગૃહસ્થીમાં સેટ થયા પછી વારંવાર માતાને ફોન કરીને ઘરની બધી વાત જણાવવી યોગ્ય નથી. કારણકે, ઘણીવાર માતાને બતાવવામાં આવેલી વાતો તેમના ત્રીજા દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કોઈ વાત શંકાનું બીજ વાવી દે છે.



પતિ સાથે ઝઘડો થવો તે લગભગ દરેક કપલ માટે સામાન્ય છે. આવી સ્થિતિમાં દર વખતે માતાને બધી વાત જણાવવી યોગ્ય નથી. કારણકે ઝઘડો કેટલો ગંભીર છે, તે વાત માત્ર તમને જ ખબર હોય છે. આવી સ્થિતિમાં, માતાનો દ્રષ્ટિકોણ ખોટો સાબિત થઈ શકે છે. જોકે, જો મામલો ગંભીર હોય તો માતા સાથે આખી વાત શેર કરવી જોઈએ.



સાસુ સાથે તમારુ બોન્ડિંગ કેવુ છે. આ વાત માત્ર તમે જ જાણો છો. એવામાં સાસુ-વહુની વાતચીત માતાને જણાવવામાં શાણપણ નથી. કારણકે માતા કોઈપણ મામલામાં કોઈ ત્રીજી વ્યક્તિ, બહારની વ્યક્તિની જેમ વાતચીત કરશે. એવામાં તમારે જાતે વિચારવુ પડશે કે, ઘરને કેવી રીતે સુખ-શાંતિપૂર્વક ચલાવવુ જોઈએ. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, જો કોઈ બાબત તમને ગંભીર રીતે અસર કરતી હોય તો ચોક્કસથી માતાને જાણ કરવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube