Alcohol And Medicine: દવા અને દારૂવાળી કહેવતો તમે ઘણી સાંભળી હશે પરંતુ જો અસલ જીવનમાં તમે દવા અને દારૂને મિક્સ કરો તો તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અનેક લોકો દારૂ પીધા બાદ અનેક પ્રકારની ચીજો વિચાર્યા વગર કે સમજ્યા વગર લે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ ખતરનાક બની શકે છે. ખાસ કરીને લોકો દારૂ પીધા બાદ દવાઓનો ઉપયોગ કરે છે, અનેક લોકો નશો ઉતારવા કે પછી માથાનો દુખાવો ઠીક કરવા માટે પણ દવાઓ લે છે. પરંતુ તેમને એ ખબર નથી હોતી કે તેનાથી તેમનો જીવ જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિએક્શન બાદ થઈ શકે છે જીવલેણ
દારૂ કે આલ્કોહોલનું સેવન કર્યા બાદ દવા લેવાની સલાહ ડોક્ટરો આપતા નથી. ડોક્ટરોનું કહેવું છે કે અલગ અલગ દવા આલ્કોહોલ સાથે અલગ રિએક્ટ કરે છે. આવામાં જરૂરી નથી કે દરેક દવાથી નુકસાન થાય, પરંતુ કેટલીક દવાઓની સાથે રિએક્શન બાદ તમારા જીવ જઈ શકે છે. આથી જો દારૂ પીધા બાદ તમારી તબિયત ઠીક ન લાગે તો તમે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ન લો. 


દારૂથી હેંગઓવર કે પછી નશો ઉતારવા માટે તમે દેસી નુસ્ખાનો પણ ઉપયોગ કરી શકો છો કે પછી લીંબુ પાણી પણ પી શકો છો. પરંતુ પેસાસિટામોલ કે પછી ડિસ્પ્રિન જેવી દવાઓનો સીધો ઉપયોગ ન કરવો જોઈએ. આ માટે પહેલા કોઈ જાણકાર કે ડોક્ટરને પૂછી લો. 


આ ચીજોથી પણ દૂર રહો
દારૂની સાથે દવાઓ ઉપરાંત એવી અનેક ચીજો છે જેમને ન લેવી જોઈએ. દારૂની સાથે દૂધનું સેવન પણ ખુબ ખતરનાક સાબિત થાય છે. બાકી ડેરી પ્રોડક્ટ પણ દારૂ સાથે લેવાથી તમે બચી શકો છો. આ ઉપરાંત ચોકલેટ, અને સોડિયમયુક્ત ખોરાકથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમે દારૂ પીવા દરમિયાન ગ્રીન સલાડનો ઉપયોગ કરી શકો છો. જેથી કરીને તમને પરેશાની પણ નહીં થાય. 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube