White Hair Problem: ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે નાની ઉંમરમાં તમારા વાળ સફેદ થવા લાગે છે. નાની ઉંમરમાં ઝડપથી સફેદ થતાં વાળ પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. આ કારણોમાંથી કેટલાક કારણો એવા છે જેને કંટ્રોલ કરવા અથવા તો અટકાવવા આપણા હાથની વાત છે. તો ચાલો તમને જણાવીએ વાળને સફેદ કરતાં કારણો કયા છે અને તેને કેવી રીતે અટકાવી શકાય.
 
વાળ સફેદ થવાનું મુખ્ય કારણ હોય છે પિગમેન્ટેશન. જ્યારે વાળનું પિગમેન્ટેશન ઓછું થવા લાગે છે ત્યારે વાળનો રંગ કાળામાંથી સફેદ થવા લાગે છે. આ સિવાય નાની ઉંમરમાં વાળ સફેદ થવા પાછળ 5 કારણો જવાબદાર હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વિટામિન B-12 ની ઉણપ

નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ વિટામિન B12ની ઉણપ હોઈ શકે છે. જ્યારે શરીરમાં આ પોષક તત્વોની માત્રા ઘટી જાય છે, ત્યારે વાળ સફેદ થવા લાગે છે. આ વિટામિન શરીરને એનર્જી પૂરી પાડવાની સાથે વાળની ​​વૃદ્ધિ અને વાળના રંગને પણ સફેદ થતો અટકાવે છે.


વારસાગત કારણ

નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ વારસાગત પણ હોઈ શકે છે. સફેદ વાળ થવાની ​​આ સમસ્યાનો કોઈ કાયમી ઈલાજ નથી જો તમારા માતા-પિતા અથવા પરિવારમાં કોઈને પણ બાળપણથી આ સમસ્યા થઈ હોય. આ સમસ્યા જીનેટિક પણ હોય શકે છે. 


સ્ટ્રેસ


દરેક વ્યક્તિને જીવનમાં સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. જ્યારે સ્ટ્રેસ વધુ પડતો થઈ જાય છે તો અનિંદ્રા, ચિંતા, ભૂખમાં ફેરફાર, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય સ્ટ્રેસ વાળના સ્ટેમ સેલને નબળા બનાવવાનું શરૂ કરે છે જેના કારણે પણ વાળ સફેદ થવા લાગે છે.


વ્યસન


ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન કરવાથી પણ ઉંમર પહેલા તમારા વાળ સફેદ થઈ શકે છે. ધૂમ્રપાનના કારણે નસો સંકોચાય જાય છે અને તેમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જેના કારણે વાળના મૂળને પૂરતું પોષણ મળતું નથી અને તે સફેદ થવા લાગે છે.


જો તમારા વાળ પણ નાની ઉંમરમાં સફેદ થઈ ગયા હોય તો સફેદ વાળ થવા પાછળનું કારણ જાણો.  જો તમારા શરીરમાં વિટામિન B-12 ની ઉણપ છે તો તમે તેના સપ્લીમેન્ટ્સ લઈ શકો છો. આ સિવાય ઈંડા, માછલી, દૂધની પ્રોડક્ટ, બ્રોકોલી અને મશરૂમ જેવી વસ્તુઓ પણ ખાઈ શકો છો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)