Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા, સ્કિન એકદમ ક્લીયર થઈ જશે
Itchy Skin in Winter: શિયાળામાં સ્કિન ડ્રાય રહે છે. તેમાં પણ જો યોગ્ય માવજત કરવામાં ન આવે તો ચહેરા, હાથ, પગ અને શરીરના અન્ય અંગોની ત્વચા પરથી સફેદ પોપડી ઉખડવા લાગે છે જે ખૂબ ખરાબ લાગે છે. આ સમસ્યાને દુર કરતા દેશી નુસખા વિશે આજે તમને જણાવીએ.
Itchy Skin in Winter: શિયાળો એવી ઋતુ છે જ્યારે ત્વચા સૌથી વધારે ડ્રાય થવા લાગે છે. તેમાં પણ શરીરના કેટલાક અંગમાં સતત ખંજવાળ આવે છે. શિયાળામાં વધતી ખંજવાળના અલગ અલગ કારણ હોય છે જેમકે પાણી ઓછું પીવું સ્કીનને મોશ્ચુરાઇઝ ન કરવી વગેરે. કોઈપણ કારણસર સ્કીનમાં સતત ખંજવાળ આવતી હોય તો તેના કારણે ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે અને સ્કિન પર રેશિસ પણ પડી શકે છે. શિયાળામાં ડ્રાય સ્કીન થઈ જવાથી આવતી ખંજવાળને દૂર કરવી હોય તો કેટલાક દેશી નુસખાની મદદ લઈ શકાય છે. આ દેશી નુસખાની મદદથી શિયાળામાં આવતી ખંજવાળને મટાડી શકાય છે. તો ચાલો તમને જણાવીએ શિયાળામાં આવતી ખંજવાળને કઈ રીતે દૂર કરવી ?
આ પણ વાંચો: Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
લીંબુ
સ્કીનમાં ખંજવાળ આવતી હોય તો તેને શાંત કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે. લીંબુનો રસ એસિડિક હોય છે તેમાં સિટ્રિક એસિડ હોય છે જે ખંજવાળને મટાડી શકે છે. સાથે જ લીંબુ એન્ટિસેપ્ટિક ગુણથી ભરપૂર હોય છે તે ખંજવાળને શાંત કરવામાં મદદ કરે છે. તેના માટે લીંબુના રસને પાણીમાં મિક્સ કરવો.
આ પણ વાંચો: White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
એલોવેરા
એલોવેરાથી પણ ખંજવાળની ફરિયાદના દૂર કરી શકાય છે. એલોવેરા એન્ટિફંગલ ગુણ ધરાવે છે તેનાથી ખંજવાળ શાંત કરવામાં મદદ મળે છે. એલોવેરા જેલમાં વિટામિન ઈ હોય છે જે ત્વચાને મોઈશ્ચુરાઈઝ કરે છે અને ખંજવાળને શાંત કરે છે.
આ પણ વાંચો: શિયાળામાં વધારે ફાટવા લાગે સ્કિન તો અજમાવો આ ઘરેલુ નુસખા, મિનિટોમાં ખીલી જશે ત્વચા
લીમડો
શરીરમાં આવતી ખંજવાળને દૂર કરવી હોય તો લીમડાનો ઉપયોગ પણ કરી શકાય છે. કડવા લીમડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ખંજવાળની પરેશાની ઘટાડી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેમાં દહીં મિક્સ કરી પ્રભાવિત જગ્યા પર લગાવો. તમે લીમડાને પાણીમાં ઉકાળીને તે પાણીથી નહાઈ પણ શકો છો.
આ પણ વાંચો: Skin Care: ત્વચાની ભલાઈ ઈચ્છતા હોય તો આ 5 સ્કિન કેર હૈક્સ ક્યારેય ટ્રાય ન કરવા
સરસવનું તેલ
ઠંડીના કારણે ત્વચા વધારે ડ્રાય થઈ ગઈ હોય તો સરસવના તેલની મદદ લઈ શકાય છે. થોડા સમય પહેલા સરસવના તેલને શરીર પર લગાડો અને થોડીવાર માલીશ કરો. ત્યાર પછી હૂંફાળા પાણીથી નહાઈ લેવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)