નવી દિલ્હીઃ તેમાં કોઈ બે મત નથી કે કામ જરૂરી છે પરંતુ તેનાથી વધુ જરૂરી આપણું સ્વાસ્થ્ય છે. ખુરશી પર સતત બેઠા રહેવાથી કામ તો સારૂ અને વધુ થઈ શકે છે પરંતુ તેનાથી મોતનો ખતરો વધી જાય છે. લાંબા સમય સુધી બેસી કામ કરવાથી ઘણી ગંભીર અને જીવલેણ બીમારીનું જોખમ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરામ નહીં, મોત આપે છે ખુરશી!
ઓફિસમાં કામ કરવું સારી રાત છે પરંતુ લાંબા સમય સુધી ખુરશી પર બેઠા રહેવું તમને જલ્દી મોતના મુખમાં ધકેલી શકે છે. એક રિચર્સમાં આ વાત સામે આવી છે કે ડેસ્ક જોબ તમારા મોતના ખતરાને 16% સુધી વધારી શકે છે. 


આશરે 5 લાખ લોકો પર થયો અભ્યાસ
જામા નેટવર્ક પોર્ટલ જર્નલમાં પ્રકાશિત અને લગભગ 13 વર્ષમાં 4,81,688 લોકો પર થયેલા રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. 


બેઠા રહેવાથી લોકોને હાર્ટના રોગોનો ખતરો
અધ્યયનમાં રિસર્ચર્સને જાણવા મળ્યું કે જે લોકો મોડે-મોડે સુધી પોતાની ખુરશી પર બેઠા રહે છે, તેને કાર્ડિયોવેસ્કુલર ડિઝીસ (CVD)થી મરવાનું જોખમ 34 ટકા વધી જાય છે. 


શરીર ચાલવા માટે, માત્ર બેઠા રહેવા માટે નહીં
વૈજ્ઞાનિકોનું માનવું છે કે મનુષ્યના શરીરને ચાલવા-ફરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યારે આપણે તે નથી કરતા તો વસ્તુ બગડવા લાગે છે. 


બેઠા રહેવાથી જીવલેણ રોગોનું જોખમ
મોડે સુધી બેઠા રહેવાથી બીપી, સુગર, મોટાપો, કોલેસ્ટ્રોલ, મેટાબોલિક સિન્ડ્રોમ, હાર્ટ ડિઝીસ અને કેન્સર જેવી ઘાતક અને જીવલેણ બીમારીઓનું જોખમ વધી જાય છે. 


8 કલાકથી વધુ બેઠા રહેવું જીવલેણ
રિસર્ચમાં સામે આવ્યું કે જો કોઈ ફિઝિકલ એક્ટિવિટી વગર તમે એક દિવસમાં આઠ કલાકથી વધુ સમય બેઠા રહો છો તો તમારા મરવાનું જોખમ, મોટાપો અને સ્મોકિંગથી પેદા થયેલા જોખમ સમાન છે. 


દરરોજ 22 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી જરૂરી
બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત એક રિસર્ચથી ખ્યાલ આવે છે કે દિવસમાં ઓછામાં ઓછી 22 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવાથી લાંબા સમય સુધી બેઠા રહેવાના દુષ્પ્રભાવો ઘટાડી શકે છે. 


ફિટ રહેવા માટે શું કરો
અધ્યયન અનુસાર સપ્તાહમાં 150 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટી કે વધુ શ્વાસ લેવા જેવા કામ જેમ કે જલ્દી ચાલવું, કસરત કરવી, પહાડ ચઢવો, દોડવાથી તમને ફાયદો થઈ શકે છે.