ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચા (Tea) સાથે થાય છે. કોઈને ઓફિસમાં કામ શરૂ કરતા જ ચાની જરૂર પડે છે, તો કોઈને મિત્રો સાથે ચાની ટપરી પર જઈને ચા પીવી પસંદ હોય છે. તમે અનેકવાર નાની-મોટી ટ્રીપ પર હાઈવે પરના ઢાબા પર ઉભા રહીને કટિંગ ચા (Cutting Chai) પીધી હશે. ચા માત્ર પીણુ કે રિફ્રેશિંગ હોટ ડ્રિંક Refreshing Hot Drink) જ નથી, પરંતુ અનેક લોકો માટે તે એક અહેસાસ હોય છે. તમે કટિંગ ચાનું નામ તો અનેકવાર સાંભળ્યું હશે, તમારા ઘરની ગલી કે ઓફિસના નાકે કે પછી હાઈવે પર તમે કટિંગ ચા પીધી હશે. જોકે, અનેક પ્રયાસો કરવા છતા ઢાબા સ્ટાઈલની કટિંગ ચા લોકો ઘરે બનાવી શક્તા નથી. 


આ પણ વાંચો : માત્ર 10 ચોપડી ભણેલા ગુજરાતના ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ 7 ઈન્ડસ્ટ્રી ઉભી કરી, સંઘર્ષ જ એમનો શોખ છે


કટિંગ ચા રેસિપી
ચા વગર સવાર-સાંજનો નાસ્તો પણ અધૂરો લાગે છે. દિવસભરનો થાક દૂર કરવા માટે ચા એક બેસ્ટ વિકલ્પ છે. તમે ચાને અલગ અલગ સ્વાદ અનુસાર બનાવી શકો છે. આમ તો હેલ્થ માટે રોગ પ્રતિકારક શક્તિ માટે જાગૃત લોકો ગ્રીન ટી (Green Tea) પીવાનું પસંદ કરે છે. પરંતુ કટિંગ ચાની વાત કરીએ તો કંઈક અલગ જ છે. આજે અમે તમને ઢાબા સ્ટાઈલની કટિંગ ચા બનાવતા શીખવાડીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામગ્રી 


  • 2 કપ પાણી

  • 2 નાની ચમચી આસામ કે દાર્જિલિંગ ચાની પત્તી

  • સ્વાદ અનુસાર ખાંડ

  • 1 ઈંચ આદુનો લાંબો ટુકડો

  • 1/2 નાની ચમચી ઈલાયચી પાવડર


આ પણ વાંચો : BiggBoss14 : સલમાને બતાવ્યો ઘરના અંદરનો એક-એક ખૂણો, સાથે જ કર્યો મોટો ખુલાસો


બનાવવાની વિધિ


  • એક નાનકડી તપેલીમાં પાણી અને ખાંડને ધીમી આંચ પર થોડા સમય માટે ઉકાળો

  • હવે તપેલીમાં ચાની પત્તી નાંખીને તેને ઉકાળો, પછી ઈલાયચી પાવડર અને આદુનો ટુકટો તપેલીમાં નાંખીને થોડો સમય ઉકાળો

  • હવે ચામાં દૂઘ નાંખો અને તેને ઓછામાં ઓછા 5 થી 7 મિનીટ સુધી ઉકાળો

  • હવે ગેસ બંધ કરો, અને ગરમાગરમ ચાને માટીના કુલ્લડ કે પછી નાના કપમાં નાસ્તા સાથે સર્વ કરો.


આ ઉપરાંત તમે મસાલા ચા, લીંબુવાળી ચા, દાલચીની ચા, ફુદીના ચા, ગ્રીન ટી પણ બનાવી શકો છો. ગ્રીન ટીમાં અનેક પ્રકારના ફ્લેવર ઉપલબ્ધ હોય છે. તમે સ્વાદઅનુસાર તેને ટેસ્ટ કરી શકો છો. 


આ પણ વાંચો : સિન્ધુ ભવન રોડ પર લોકો ટોળા વળીને બેસ્યા હતા એ 6 સ્ટોલ AMC એ સીલ કર્યાં