Instant Glow: દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે. આ દિવસો દરમિયાન લોકો પોતાના ઘરને સજાવે છે અને સાથે જ પોતાની સુંદરતા પર ધ્યાન આપી શકતા નથી. દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ દરમિયાન લોકો પોતાની ત્વચાની સંભાળ લઈ શકતા નથી જેના પરિણામે ચહેરાનો ગ્લો ઘટી જાય છે. તેવામાં દિવાળી પર ચહેરા પર સુંદરતા દેખાય તે માટે તમે કેટલા ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. આ ઘરગથ્થુ નુસખા એવા છે જેની મદદથી તમારી સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો આવશે. જે દિવાળીના કામકાજની વ્યસ્તતા વચ્ચે તમારી પાસે પાર્લર જવાનો સમય ન હોય તો તમે આ ટીપ્સને ફોલો કરીને પણ ત્વચાની સુંદરતા વધારી શકો છો. તો ચાલો તમને જણાવીએ ઘરમાં રહેલી કોઈ વસ્તુઓ ચહેરા પર ઇન્સ્ટન્ટ લો લાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દિવાળી પર પાર્લર ગયા વિના તમારો ચહેરો કરશે ગ્લો, કોફી પાવડરનો આ રીતે કરો ઉપયોગ


લીંબુ અને ચણાનો લોટ


એક ચમચી ચણાના લોટમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો અને તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો અને 20 મિનિટ સુધી રાખો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી લો. 


બટેટા અને મધ


બટેટા અને મધની મદદથી પણ ચહેરાને ચમકાવી શકાય છે તેના માટે બટેટાની પેસ્ટ બનાવો અને તેમાં થોડું મધ ઉમેરી ફેસપેક તૈયાર કરો. આ ફેસપેકને ચહેરા પર 20 મિનિટ સુધી લગાડો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો તેનાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવશે. 


આ પણ વાંચો: Dry Skin Remedies: ડ્રાય સ્કીનની સમસ્યાથી પરેશાન છો? તો ફોલો કરો આ 5 ટીપ્સ


કોફી અને દહીં


કોફી અને દહીંનો ફેસપેક બનાવવો પડે એકદમ સરળ છે તેના માટે બે ચમચી કોફી પાવડરમાં એક ચમચી દહીં મિક્સ કરો અને તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો ત્યાર પછી બધી વસ્તુને બરાબર મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાડો. આ પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા પર રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. કોફી તમારી ત્વચાને ડીપ ક્લીન કરશે અને ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવશે.


આ પણ વાંચો: Skin Care: રોજ ખાવી આ 5 હેલ્ધી વસ્તુઓ, ચહેરા પર 7 દિવસમાં દેખાવા લાગશે Glow


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)