નવી દિલ્લીઃ ઉનાળામાં લોકો ઠંડી જગ્યા પર જવાનું પસંદ કરે છે. એવામાં અમે તમને એમ જણાવવા જઈ રહ્યા છે કે, આ જગ્યા પર ઉનાળુ વેકેશન દરમિયાન જવાની ભૂલ ન કરતા. જો તમને ગરમી બિલકુલ પસંદ નથી, તો આ જગ્યા પર જવુ તમારા માટે વેસ્ટ ઓફ ટાઈમ સાબિત થઈ શકે છે. ઉનાળામાં તમે પણ ક્યાંક જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એવી જગ્યા પસંદ કરો, જેનાથી ગરમીમાં પણ તમારુ સમર વેકેશન એકદમ કૂલ સાબિત થાય. જો તમે ગરમી સહન નથી કરી શકતા, તો આ જગ્યાઓ કેટલીક જગ્યા તમારા માટે બિલકુલ યોગ્ય નથી. માટે આવી જગ્યાઓ પર જવાનું વિચારતા પણ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોવાઃ
આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ ગોવાનું આવે છે. ગોવાના બીચ ભલભલાનું દિલ પીગળાવી દે છે. પરંતુ જો તમે ગરમી સહન નથી કરી શકતા તો ગોવા તમારા માટે સમર વેકેશનની બિલકુલ પણ યોગ્ય જગ્યા નથી. ગરમીના દિવસોમાં ગોવાનું તાપમાન થોડુ ઊંચુ હોય છે. એવામાં જો તમે ફરવા માટે ગોવા જશો, તો બિલકુલ પણ મજા નહીં લઈ શકો.


આગ્રાઃ
તાજમહેલને જોવા માટે માત્ર ભારતનાં જ નહીં વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવે છે. સામાન્ય રીતે ઉનાળામાં આગ્રાનું તાપમાન 35થી 40 ડિગ્રીની વચ્ચે રહે છે. તાજમહેલ દરેક ઋતુમાં પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ જો તમને ગરમી પસંદ નથી તો આગ્રાની મુલાકાત લેવાનું ટાળજો.


જેસલમેરઃ
જેસલમેરને ભારતની ગોલ્ડન સિટી કહેવામાં આવે છે. જેસલમેર પોતાની યલો અને ગોલ્ડન રેતી માટે જાણીતુ છે. જેસલમેર રાજસ્થાનની આકર્ષક જગ્યાઓ પૈકીનું એક છે. જેસલમેરમાં ગરમીનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય છે. જો તમને ગરમી અનુકૂળ નથી તો, આ જગ્યા પર જવાની હિંમત ન કરતા.


ચેન્નાઈઃ
બીચ લવર્સ માટે ગોવા બાદ ચેન્નાઈ સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે. જો તમને ગરમી પસંદ નથી તેમ છતા તમે ચેન્નાઈ ફરવા માગો છો તો, ત્યાંની કોઈ લક્ઝરી હોટલમાં રોકાઈ શકો છો. પરંતુ કોઈપણ જગ્યા ત્યારે જ સારી લાગે છે, જ્યારે તેને એક્સપ્લોર કરીએ. એટલા માટે જો શક્ય હોય તો ઉનાળામાં ચેન્નાઈની ટ્રીપ કરવાનું ટાળજો.


અમૃતસરઃ
અમૃતસર સ્વર્ણ મંદિરના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે આ સિવાય અહીંનું ભોજન, જૂતા અને ફુલકારી સલવાર-કમીઝ લોકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ આ મોસમમાં ગરમી પણ વધારે પડે છે. એટલા માટે આ જગ્યાએ શિયાળામાં જવુ વધારે હીતભર્યુ છે.


ખજુરાહોઃ
ખજુરાહો ભારતના મધ્યપ્રદેશમાં આવેલા છે. આ જગ્યા પોતાના પ્રાચીન અને  મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. આર્ટ લવર્સ માટે આ જગ્યા બેસ્ટ છે. પરંતુ જે લોકોને ગરમી, તડકો પસંદ નથી તેમના માટે આ જગ્યા પર મજા નહી આવે. આ જગ્યાનું તાપમાન 40થી 45 ડિગ્રી સુધીનું રહે છે. એવામાં આ જગ્યા સ્કિપ કરવી જ વધારે હિત ભર્યુ છે.