Microwave Tips: આજકાલ ઘર હોય કે ઓફિસની કેન્ટિન દરેક જગ્યાએ માઈક્રોવેવનો ઉપયોગ થાય છે. ભોજન બનાવવા માટે કે ગરમ કરવા માટે માઈક્રોવેવનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે બેકિંગ માટે પણ માઈક્રોવેવ બેસ્ટ છે. પરંતુ આ ક્રેઝ ખતરનાક સાબિત થઈ શકે છે. કેટલીક વસ્તુઓ એવી છે જેને માઈક્રોવેવમાં ન મુકવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોમેટો સૉસ
ટોમેટો સૉસને માઈક્રોવેવમાં ગરમ કરવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી બ્લાસ્ટ, વીજળીના ઝટકા અને ઑવનમાં સૉસ ઢોળાઈ જવાનો ડર રહે છે. 


ઈંડા
માઈક્રોવેવમાં કાચા ઈંડા કે ફ્રિઝમાં રાખેલા બાફેલા છાલ વાળા ઈંડા ન રાખવા જોઈએ. કારણ કે ઈંડાને છાલ સાથે રાખવાની માઈક્રોવેવમાં વિસ્ફોટ થઈ શકે છે અથવા તો કોઈ સમસ્યા થઈ શકે છે. તમે એમાં બાફેલા ઈંડાને ફરી ગરમ કરી શકો પરંતુ કાચા કે છાલવાળા ઈંડા ન રાખવા જોઈએ.


દ્રાક્ષ
ઘણીવાર ડેઝર્સ બનાવવા માટે દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એને માઈક્રોવેવ ન કરવા જોઈએ. કારણ કે દ્રાક્ષને માઈક્રોવેવમાં ગરમ કરો તો તે પીગળેલા પ્લાઝ્મામા ફેરવાઈ શકે છે અને ફાટી શકે છે.


પાણી
અનેક લોકો માઈક્રોવેવમાં પાણી ગરમ કરે છે. એ જાણ્યા વગર કે તેનાથી ખતરો છે. ગેસ કે ઈલેક્ટ્રિક કેટલની તુલનામાં ઓવન પાણી જલ્દી ગરમ કરે છે. ઓવનમાં પાણી ગરમ થતા સમયે પરપોટા નથી થતા. જેનાથી તેના છલકાવાની શક્યતા વધે છે. જે ખતરનાક દુર્ઘટનાનું કારણ બની શકે છે. 


આ પણ વાંચો
રાશિફળ 22 માર્ચ: સિંહ-તુલા સહિત આ રાશિવાળા માટે અત્યંત શુભ છે આજનો દિવસ
ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજના કેસ તમને ધ્રુજારી ઉપાડશે

રસ્તો અને ચહેરો ઓળખવામાં થાય છે સમસ્યા, યાદદાસ્ત પર પડે છે અસર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube