Storage Tips: ફ્રીજનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ફ્રિજમાં વસ્તુ રાખવાથી તે ઝડપથી ખરાબ થતી નથી. સામાન્ય રીતે કોઈપણ ઘરનું ફ્રીજ તમે જોશો તો તે અલગ અલગ વસ્તુઓથી ભરેલું હશે. એ વાતમાં કોઈ શંકા નથી કે ફ્રિજમાં રાખેલી વસ્તુ ઝડપથી ખરાબ થતી નથી. પરંતુ સાથે જ ચાર એવી વસ્તુ પણ છે જેને ફ્રીજમાં રાખવાથી તે ખરાબ થઈ જાય છે. આ વસ્તુઓ ફ્રિજમાં રાખીને પછી તેને ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે તે ઝેર સમાન અસર કરે છે. આજે તમને આ ચાર વસ્તુ વિશે જણાવીએ. જો તમે પણ આ વસ્તુને ફ્રિજમાં સ્ટોર કરો છો તો આદતને સુધારી લેજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Belly Fat: પેટ પર જામેલા ફેટને ઓગાળી નાખશે આ નુસખો, બસ થોડા દિવસ જ કરવાનું છે આ કામ


લસણ 


ઘણા ઘરમાં મહિલાઓ એક સાથે વધારે લસણ છોલીને પછી તેને ફ્રિજમાં સ્ટોર કરે છે. જેથી જરૂર હોય ત્યારે લસણને ફટાફટ ઉપયોગમાં લઈ શકાય. પરંતુ આ રીતે ફ્રીજમાં રાખેલું લસણ ખાવાથી કેન્સરનું જોખમ ઊભું થાય છે. છોડેલા લસણમાં ફૂગ ઝડપથી લાગી જાય છે. તેનો સ્વાદ અને પોષક તત્વ પણ ખતમ થઈ જાય છે. તેથી આવી ભૂલ ક્યારેય કરવી નહીં. 


આ પણ વાંચો: કરચલીઓને વધતી અટકાવવા આ સફેદ વસ્તુને લીંબુના રસમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો


ડુંગળી 


ડુંગળીને ફ્રીજમાં ક્યારેય સ્ટોર કરવી નહીં. ઓછા તાપમાનમાં ડુંગળીનો સ્ટાર્ચ સુગરમાં બદલી જાય છે. સાથે જ તેમાં ફૂગ પણ લાગવા લાગે છે. તેથી ડુંગળીને હંમેશા ઠંડી સૂકી અને અંધારું હોય તેવી જગ્યા પર સ્ટોર કરવી. 


આદુ 


આદુ એવી વસ્તુ છે જેને 99% લોકો ફ્રીજમાં જ સ્ટોર કરે છે. એવું માનવામાં આવે છે કે ફ્રીજમાં રાખવાથી આદુ ફ્રેશ રહે છે. પરંતુ આ ખોટી માન્યતા છે. આદુ ફ્રીજમાં રાખવાથી તે જલ્દી ખરાબ થાય છે. આ રીતે સ્ટોર કરેલું આદુ કિડની, લીવરને પણ નુકસાન કરે છે. તેથી ફ્રોજમાં આદુ રાખવું નહીં.


આ પણ વાંચો: ઘઉંના લોટમાં આ 4 માંથી કોઈ 1 લોટ થોડો મિક્સ કરી દો, આ રોટલીથી સુગર રહેશે કંટ્રોલમાં


ભાત 


ભાત વધે તો તેને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે. પરંતુ એક્સપર્ટ કહે છે કે 24 કલાકથી વધારે ભાતને ફ્રિજમાં સ્ટોર કરવાથી તે ઝેર બની જાય છે. આ રીતે લાંબા સમય સુધી ફ્રિજમાં રાખેલા ચોખા બીજી વખત ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)