વાળને સ્ટાઈલિંગ બનાવવા માટે બ્લો ડ્રાઈ કરવું સૌથી બેસ્ટ રીત છે. બ્લો ડ્રાઈથી વાળ દિવસભર માટે એકદમ સેટ થઈ જાય છે. વારંવાર ટચ-અપની જરૂર નથી પડતી. પરંતુ ઉતાવળમાં કે જાણકારીના અભાવમાં બ્લો ડ્રાઈ કરતા સમયે અમુક એવી ભૂલ થઈ જાય છે જે વાળ માટે ખુબ જ નુકસાનકારક હોય છે. જો તમે પણ કરો છો આ ભૂલ તો આજે જ બદલો તમારી આ આદતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભીના વાળમાં બ્લો ડ્રાઈ કરવું
ડ્રાયરનું કામ જ છે ભીના વાળને સુકાવા પણ માથુ ધોયા પણ તરત જ ડ્રાયરનો ઉપયોગ કરવાથી વાળ ડેમેજ થવાની પૂરે પૂરી સંભાવના છે. આમ તો ભીના વાળને જાતે જ સુકાવા દેવા જોઈએ. પરંતુ જલદીમાં ક્યાંક બહાર જવું હોય અને વાળને સુકવવા હોય તો પણ થોડી વાર પછી ડ વાળમાં ડ્રાયરનો ઉપયોગ કરવો જોઈએ. 


વાળના ભાગ ન પાડવા
વાળને બ્લો ડ્રાઈ કરતા સમયે વાળને અમુક નાના નાના ભાગ પાડી દેવા જોઈએ જેનાથી બ્લો ડ્રાઈ કરવું સરળ થઈ જાય.


ખોટા હેર બ્રશનો ઉપયોગ
બ્લો ડ્રાઈ માટે સરૈમિક રાઉન્ડ બ્રેશ એકદમ બેસ્ટ હોય છે. ડ્રાયરની ગરમીથી આ બ્રશેસના બેરેલ ગરમ થઈ જાય છે અને પછી તે કર્લિંગ આઈરન કે ફ્લેટ આઈરનની રીતે કામ કરે છે. જેનાથી આપણે ઈચ્છીએ તેઓ લૂક મળી શકે છે. આમ તો સરેમિક બ્રશ દરેક પ્રકારના વાળમાં ઉપયોગ કરી શકાય છે.


ડ્રાયરને સાચી રીતે પકડવું
ડ્રાયર કેવી રીતે પકડવું તેના પર પણ મોટાભાગના લોકો ધ્યાન નથી આપતા. વાળને જલદી સૂકવવા અને સ્ટાઈલિંગ લાંબા સમય સુધી લાવવા માટે ક્યારેય પણ ડ્રાયરને વાળની એકદમ નજીક રાખીને ઉપયોગ ન કરો. કેમ કે, તેનાથી ડ્રાયનેસની સમસ્યા વધી જાય છે. જેનાથી વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે.