How To Use Onion Peels: ડુંગળી એક એવી શાકભાજી છે જે સૌથી વધુ રેસેપીઝની રોનક છે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે ડુંગળીના ભાવ આસમાને પહોંચી જાય છે ત્યારે સામાન્ય લોકોનો જીવ અધ્ધર બની જાય છે. ડુંગળીમાં ઘણા પ્રકારના ન્યૂટ્રિએન્ટ્સ હોય છે, જે ઘણા પ્રકારે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ડુંગળીને પકવતી વખતે સૌથી વધુ લોકો તેના છોતરા કાઢીને કચરાપેટીમાં નાંખી દે છે, પરંતુ જો તમે તેના ફાયદા જાણી જશો તો ક્યારે પણ આવી ભૂલ નહીં કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુંગળીના ફોતરાના ફાયદા


1 ઘટશે હાર્ટ એટેકનું રિસ્ક
ભારત સહિત દુનિયાભરમાં હાર્ટ એટેકની બિમારીથી પીડિત અને મૃત્યું પામનાર લોકોની સંખ્યા દરરોજ વધતી જઈ રહી છે. તેનું કારણ છે ફિજિકલ એક્ટિવિટીમાં ઘટાડો અને અનહેલ્ધી ફૂડ વધારે ખાવાથી. જો અમે તમને કહીએ કે ડુંગળીના ફોતરાથી તમે હાર્ટ એટેકનું રિસ્ક ઓછું કરી શકો છો તમને આશ્ચર્ય થશે. તેના માટે તમારે ડુંગળીના ફોતરાને એક પેનમાં રાખો. તેમાં સ્વસ્થ પાણી નાંખો, પછી ગેસ પર ગરમ કરો. પુરી રીતે ઉકળી ગયા બાદ ગરણીની મદદથી ગાળી લો અને થોડુંક ઠંડું પડ્યા બાદ તે પાણી પી જાવ.


2. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
બદલાતા મોસમમાં આપણને વાઈરલ ઈન્ફેક્શનનો ખતરો સૌથી વધુ રહે છે. આવી સ્થિતિમાં શરદી, ઉધરસ અને તાવનો ખતરો વધી જાય છે. જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે ત્યારે જ તમે આવી સ્થિતિનો સામનો કરી શકશો. ડુંગળીની છાલમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તમારે આ છાલને ઉકાળીને પાણીને ગાળીને પીવું પડશે.


3. આંખોની રોશની વધશે
ડુંગળીની છાલને રેટિનોલ એટલે કે વિટામિન Aનો સ્ત્રોત માનવામાં આવે છે, જે આપણી આંખો માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વ છે. જો આપણને તેની ઉણપ થઈ જાય તો દૃષ્ટિ નબળી પડી શકે છે. પરંતુ તમે ડુંગળીના ફોતરાની મદદથી તમે તમારી આંખોની રોશની સુધારી શકો છો. આ માટે છાલને પાણીમાં ઉકાળો, ગાળી લો અને જ્યારે તે થોડું ગરમ રહે ત્યારબાદ પી લો. તેનાથી તમારી આંખોની સાથે તમારી ત્વચા પણ સારી થશે.


4. વાળને બનાવો હેલ્ધી અને સિલ્કી 
વાળની ​​સુંદરતા વધારવા માટે તમે ડુંગળીની છાલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલ પાણી લો અને તેમાં ડુંગળીની છાલ ઉમેરો. લગભગ એક કલાક રાખ્યા બાદ તમારા વાળને તે જ પાણીથી ધોઈ લો. તેનાથી વાળ ખરવાની સમસ્યા તો દૂર થશે, પરંતુ વાળ લાંબા, જાડા અને સિલ્કી પણ બનશે.


(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.