Cooking Tips: ઘરની સંભાળ રાખવી તે સરળ કામ નથી. એક સ્ત્રી જ ઘર પરિવારની સંભાળ સારી રીતે રાખી શકે છે. ઘરમાં પણ સાફ-સફાઈથી લઈને રસોઈ સુધીના બધા જ કામ મહિલાઓ બખૂબી કરી જાણે છે. સવારે તેમનો દિવસ ઘડિયાળના કાંટે શરૂ થઈ જાય છે. આમ તો ઘરમાં રહેલું દરેક કામ જરૂરી હોય છે પરંતુ સૌથી મહત્વનું હોય છે રસોઈનું કામ. સવારના નાસ્તાથી લઈ રાતના ભોજન સુધી મહિલાઓ પોતાના પરિવાર માટે સ્વાદિષ્ટ વ્યંજન બનાવતી હોય છે. તેનો પ્રયત્ન હંમેશા એ હોય છે કે પરિવારને સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓ પીરસે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણી વખત એવું થાય છે કે રસોઈ બનાવતી વખતે કોઈ વાનગીમાં મીઠું વધારે પડી જાય. આવી સ્થિતિમાં ચિંતા થાય તે સ્વાભાવિક છે. આવું કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. જ્યારે પણ કોઈ વાનગીમાં મીઠું વધારે પડી જાય તો તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી. મીઠા ને બેલેન્સ કરવા માટે તમે અહીં દર્શાવેલા ત્રણમાંથી કોઈ એક ઉપાય ને કરી શકો છો. આ ઉપાય કરવાથી વાનગી નો સ્વાદ એવો ને એવો રહેશે અને વધેલું મીઠું બેલેન્સ થઈ જશે.


આ પણ વાંચો: 


કપડા પર લાગેલા હળદરના પીળા ડાઘ પણ થઈ જશે 5 મિનિટમાં દુર, અજમાવો આ ઘરગથ્થુ નુસખો


વટાણા બટેટાના શાકને આપો શાહી ટ્વીસ્ટ, આંગળા ચાટી ચાટીને ખાશે બધા અને કરશે વાહ વાહ...


ટમેટા સ્ટોર કરવાની આ રીતો છે જોરદાર, મહિનાઓ સુધી ઉપયોગ કરો અને સ્વાદ પણ રહેશે સારો


દહીં 


જો કોઈ વાનગીમાં મીઠું વધુ પડી જાય તો તેને બેલેન્સ કરવા માટે દહીંનો ઉપયોગ કરી શકાય છે. કોઈપણ શાકમાં દહીં ઉમેરવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે અને વધેલું મીઠું બેલેન્સ થઈ જાય છે. જો તમને લાગે કે સબ્જીમાં મીઠું વધુ પડી ગયું છે તો અડધી વાટકી દહીં લઈ અને તેને શાકમાં મિક્સ કરી દો. દહી શાકમાં પડેલું વધારાનું મીઠું બેલેન્સ કરી દેશે.


લીંબુનો રસ


લીંબુનો ખાટો સ્વાદ વાનગીને ટેસ્ટી બનાવે છે અને સાથે જ વધેલા મીઠા ને બેલેન્સ પણ કરી શકે છે. જો તમે કોઈ એવી વાનગી બનાવી હોય જેમાં દહીં ઉમેરી ન શકાય તો તેમાં પડેલા મીઠાને બેલેન્સ કરવા માટે તમે લીંબુનો રસ તેમાં ઉમેરી શકો છો.


દેશી ઘી


ઘી ખાવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ઘી ઉમેરવાથી વાનગીનો સ્વાદ અને સુગંધ બંને વધે છે. જો કોઈ વાનગી માં મીઠું વધુ પડી જાય તો તેમાં એક ચમચી ઘી ઉમેરી દેવું.