Weight Loss Tips: સ્થૂળતા એવી સમસ્યા છે જે ખૂબ જ ઝડપથી વધી રહી છે. વજન એક વખત વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. શરીરની વધેલી ચરબી ઉતારવા માટે જીમમાં કલાકો સુધી મહેનત કરવામાં આવે, ડાયટ કરવામાં આવે તેમ છતાં ધાર્યું પરિણામ મળતું નથી. વજન વધારે હોય તેવા લોકો માટે આજે પાંચ સરળ ટિપ્સ જણાવીએ. રોજ સવારે આ પાંચ કામ કરી લેવાથી થોડા જ દિવસોમાં તમારા શરીરની ચરબી ઓછી થવા લાગશે. તો ચાલો તમને જણાવીએ કે કયા એવા કામ છે જે વજન ઘટાડવા માટે કરવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુંફાળું પાણી પીવું


સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે સવારે જાગો એટલે તરત જ હુંફાળું પાણી પીવું જોઈએ. આમ કરવાથી બોડી ડીટોક્સીફાય થાય છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમે ઈચ્છો તો આ પાણીમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.


આ પણ વાંચો:


ગરમી વધતાં ઘરમાં વધી જાય છે ગરોળીની સંખ્યા, ઘરમાંથી ગરોળી ભગાડવા કરો આ સરળ કામ


આ રીતે સુકી મેથીનો કરશો ઉપયોગ તો ટાલમાં પણ ઉગવા લાગશે વાળ


ગમે તેટલા જૂના હોય દાઝ્યાના ડાઘને દુર કરશે આ ઉપાય, ખબર પણ નહીં પડે ક્યાં દાઝ્યા હતા


સવારનો તડકો લેવો


ડોક્ટરોનું કહેવું છે કે સવારનો તડકો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. સાથે જ પેટ અને કમરની આસપાસ જામેલી ચરબી પણ ધીરે ધીરે ઉતરવા લાગે છે. સવારનો તડકો લેવાથી શરીરને વિટામિન ડી મળે છે અને હાડકા મજબૂત થાય છે.


પોષક તત્વોથી ભરપૂર નાસ્તો


ઘણા લોકો વજન ઉતારવા માટે એક સૌથી મોટી ભૂલ કરે છે કે તે સવારે નાસ્તો કરતા નથી. પરંતુ વજન ઘટાડવું હોય તો સવારનો નાસ્તો જરૂરી છે. સવારનો નાસ્તો પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ. સવારે નાસ્તામાં તમે દૂધ ફળ ઈંડા જેવી વસ્તુ લઈ શકો છો 


બે લીટર પાણી પીવું


કોઈપણ સ્વસ્થ વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું બે લીટર પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. સાથે જ ચરબી પણ ઝડપથી ઓગળે છે.