Korean Drama : ઝીરો ફિગરનો ( Zero Figure) ક્રેઝ મહિલા વર્ગમાં વધુ જોવા મળે છે. તેમાં પણ અનેક યુવતીઓનો બાંધો જ પાતળો હોય છે. ઝીરો ફિગરના આકર્ષણને કારણે યુવતીઓનું રૂપ નીખરી ઉઠે છે. આ આકર્ષણ મેળવવા માટે કેટલીય યુવતીઓ એકટાઈમ ભોજનને સ્કીપ કરે છે. બહારનું ભોજન ટાળ છે. પરંતુ આ રીતે ઝીરો ફિગર મેળવવામાં ક્યારેક પરિણામ ઉલટુ આવે છે. ખોટુ ડાયેટિંગ કરવાનુ પરિણામ વિપરીત આવે છે. ત્યારે દુનિયામાં સૌથી પાતળી અને સુંદર સ્ત્રીઓ કયા દેશમાં છે, તેનો જવાબ માત્ર એક દેશ છે. કોરિયાની સ્ત્રીઓનો નંબર (how Korean Women remain slim) તેમાં પહેલા ક્રમે આવે છે. કોરિયામાં આરોગ્યને વધુ મહત્વ આપવામાં આવે છે. પાતળી ફિગર મેળવવી હોય તો કોરિયન ટિપ્સ (Korean Tips) બહુ કામની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરિયન મહિલાઓ પોતાના ભોજનમાં આથાવાળી વસ્તુઓ( Fermented Foods) નો સમાવેશ વધુ કરે છે. આથાવાળુ ભોજન ખાવાથી પાચન સમસ્યા સુધરી જાય છે. તેવી જ રીતે રોગપ્રગતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. એટલુ જ નહિ, વજન પણ ઓછું કરવામાં મદદ થાય છે. ફર્મેન્ટેડ ફૂડસ તમારા આહારમાં વધુ રાખો, જેથી ફાયદો થશે. 


અમદાવાદ રહેવા માટે સેફ છે? 75 લાખ અમદાવાદીઓની વચ્ચે રખડે છે 2.5 લાખ કૂતરા


કોરિયન નાગરિક સંતુલિત આહાર (Diet) વધુ આરોગે છે. કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ વગેરે બધુ જ તેમના ભોજનમાં હોય છે. પરંતુ તેઓ સંતુલિત (Balanced) ભોજન રાખે છે. વધુ પ્રમાણમાં ભોજન લેવુ ત્યાંની મહિલાઓ ટાળે છે. શાકભાજી તેમના ખોરાકનો મહત્વનો ભાગ છે. મોટાભાગના શાક ફાયબરયુક્ત અને કેલેરીઝ (Calories) થી ભરપૂર હોય છે. આ જ કોરિયન મહિલાના નિરોગી (Healthy) રહેવાનું મોટું રહસ્ય છે. 


કોરિયન મહિલાઓ બહારનુ ભોજન (food) ખાવાનું ટાળે છે. પૌષ્ટિક અને ઘરગથ્થુ ખાદ્ય પદાર્થ, તેમજ સલાડ ખાવાના ભરપૂર શોખીન છે. તંદુરસ્ત રહેવા માટે યોગ્ય અન્ન પદાર્થોની પસંદગી કરવુ એ મહત્વનુ છે. ફાસ્ટ ફૂડને કારણે વજન વધે છે. તે કારણે કોરિયન મહિલાઓ ખાસ કરીને ઘરગથ્થુ ભોજનને પ્રાધાન્ય આપે છે. 


હત્યારો હત્યા કરીને માથુ સાથે લઈ ગયો, ખેડા પોલીસે 15 કલાકના ઓપરેશનમાં ઉકેલ્યો ભેદ


કોરિયન મહિલાઓ ચાલવાની કસરત પર વધુ ફોકસ કરે છે. તેથી ત્યાંની મહિલાઓ પાણી વધુ પીએ છે. આવામાં તેઓ શરીરની હલનચલન થતી રહે તેવુ પણ ખાસ ધ્યાન રાખે છે. વજન ઓછુ કરવા માટે શારીરિક હલનચલન કરવી મહત્વની છે. આ કારણે વજન નિયંત્રિત રહેવામાં મદદ કરે છે. 


સારા આરોગ્ય માટે માછલી (સી ફૂડ) ખાવા પર કોરિયન મહિલાઓનો ભાર વધુ હોય છે. ફિટનેસ માટે સી ફૂડ બહુ જ ઉપયોગી હોય છે. માછલી ખાવાથી આરોગ્યને ફાયદો થાય છે. કોરિયામાં  seaweed સૌથી વધુ ખાવામાં આવતો પદાર્થ છે. દરેક ખોરાકમાં તેઓ seaweed નો વપરાશ કરે છે. જીવનસત્વ અને ખનિજથી ભરપૂર એવા seaweed માં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે. જે પાચનમાં મદદ કરે છે. તે કારણે ભૂખ પણ જલ્દી લાગતી નથી. 


કૌભાંડોને ખોલનારા ખુદ આરોપી : યુવરાજસિંહના સાળાની સુરતથી અટકાયત કરાઈ


અર્થાત દરેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર, તે વ્યક્તિ જે જગ્યાએ રહે છે તે વાતાવરણ અનુસાર આહાર લેવુ જરૂરી છે. કોરિયન મહિલાઓ પણ એવુ જ કરે છે, તેથી તેઓ પાતળી અને રૂપ રૂપનો અંબાર હોય છે.