આ ફળ ખાવાથી પૂરુ થઈ શકે છે પુરૂષોનું પિતા બનવાનું સપનું, ઝડપથી વધશે સ્પર્મ કાઉન્ટ
જો કોઈ પુરૂષ લો સ્પર્મ કાઉન્ટ કે સ્પર્મની ખરાબ ક્વોલિટીને કારણે પિતા બની રહ્યાં નથી તેણે કીવી ખાવા જોઈએ.
નવી દિલ્હીઃ આજકાલ યુગલોને માતા-પિતા બનવામાં કે ગર્ભધારણ કરવામાં અનેક કારણોસર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એવું નથી કે અમુક ઉણપ કે વંધ્યત્વના કારણે માત્ર મહિલાઓ જ ગર્ભ ધારણ કરી શકતી નથી, પરંતુ હવે પુરુષો પણ વંધ્યત્વનો વધુને વધુ શિકાર બની રહ્યા છે. જો તમારી પત્ની ગર્ભધારણ કરવા માંગે છે, તો તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કરવું જોઈએ. ઘણા પ્રકારના ફળો અને શાકભાજી છે જે શુક્રાણુના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે કીવી શુક્રાણુઓ માટે પણ ફાયદાકારક છે.
કીવીમાં જરૂરી પોષક તત્વો હોય છે. તે ન માત્ર પુરૂષો માટે ફાયદાકારક છે, પરંતુ તે યુવતીઓ માટે પણ ફર્ટિલિટી બૂસ્ટર છે, જે ગર્ભધારણ કરવા ઈચ્છે છે.
સ્પર્મની ક્વોલિટી સારી થાય છે
કીવીમાં વિવિધ ખનિજ અને પોષક તત્વો હોય છે, જે ઉત્પાદિત શુક્રાણુની ગુણવત્તા પર સીધુ કાર્ય કરે છે અને એક્ટિનિડાઇન અને વિટામિન ઈ અનેક ગણી તેની તાકાત વધારે છે. સ્પર્મ રિલીઝ થયા બાદ તેની ગતિશિલતા પણ સારી હોવી જરૂરી છે બાકી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. આ ફળમાં ઝિંક હોય છે, જે સ્પર્મ હેલ્થ માટે જરૂરી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની હાઈ ક્વોન્ટિટી રિલીઝ કરવામાં સહાયતા કરે છે.
આ પણ વાંચોઃ તવા પર ચોંટી જતો હોય ઢોસો તો આ ટ્રીક કરો ફોલો, 5 મિનિટમાં ઉતરવા લાગશે ક્રિપ્સી ઢોસા
સ્પર્મ કાઉન્ટ વધારવાના ઉપાય
ફોલેટ, વિટામિન્સ, ઝીંક, કેલ્શિયમ અને અન્ય જેવા ખનિજોનું સંચય શુક્રાણુઓની સંખ્યા વધારવાનું કામ કરે છે જેનાથી શુક્રાણુઓની ગતિશીલતા અને ગુણવત્તા બંને વધે છે. કીવી ફળમાં ઝીંકનું ઉચ્ચ સ્તર હોય છે જે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવા માટે ઉત્તમ છે.
તેનાથી શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે અને ગર્ભધારણની સંભાવના વધી જાય છે. કીવી ફળમાં ગ્લાઇસેમિક લોડ ખુબ ઓછો હોય છે, જે સ્પર્મ હેલ્થ માટે ફાયદાકારક હોય છે. તે કાર્બોહાઈડ્રેટની માત્રાને ઘટાડે છે અને સંતુલિત માત્રામાં પ્રોટીન પ્રદાન કરે છે, જે પુરૂષો ્ને મહિલાઓ બંને માટે સહાયક હોય છે.
શું કહે છે રિસર્ચ
ncbi ના એક રિસર્ચ પ્રમાણે કેટલાક એન્ટીઓક્સીડેન્ટ જેવા વિટામિન અને ફોલિક એસિડ, શાકભાજી અને ફળોમાં વધુ પ્રચુર માત્રામાં હોય છે અને આ એન્ટીઓક્સીડેન્ટ સ્પર્મ પર સકારાત્મક અસર પાડે છે. એન્ટીઓક્સીડેન્ટનો ઉપયોગ શુક્રાણુની ખરાબ ગુણવત્તા અને ઈનફર્ટિલિટીનો શિકાર કપલ્સની મદદ કરી શકે છે. કીવી ફળ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જેનાથી આ ફળ પુરૂષોમાં સ્પર્મની ક્વોલિટી અને કોન્ટેટીને સારી કરવા માટે પ્રભાવી છે.
આ પણ વાંચોઃ લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાના છે અનેક ફાયદા, ડિપ્રેશન સહિત આ બિમારીઓ રહેશે દૂર
કઈ રીતે વધારશો સ્પર્મ કાઉન્ટ
કીવી ફળમાં કોઈપણ અન્ય ફળ કે શાકભાજીની તુલનામાં ત્રણ ગણો વધુ વિટામિન સી હોય છે. તે માત્ર એક સર્વિંગમાં તમારી દૈનિક જરૂરીયાતને પૂરી કરી શકે છે. તે પુરૂષોમાં માનસિક તણાવને પણ ઓછો કરી શકે છે. આ ફળ ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારે છે અને અંતમાં શુક્રાણુઓને પ્રભાવી બનાવે છે.
તેમાં લગભગ 10 ટકાથી વધુ ફોલેટ હોય છે, જે ન માત્ર શુક્રાણુના સ્વાસ્થ્ય અને શુક્રાણુઓની સંખ્યા માટે મહત્વપૂર્ણ છે, પરંતુ ગર્ભવતી થનારી માતા અને વિકાસશીલ બાળક માટે પણ મહત્વપૂર્ણ છે.
Reference :
https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC9491032/
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube