Car Breaking: આપણા દૈનિક જીવનમાં આપણે ગાડી ચલાવતા સમયે એવી ભૂલો કરીએ છીએ, જેના કારણે આવનારા સમયમાં ગાડીને મોટું નુકસાન થઈ શકે છે. એમાંથી જ એક સૌથી મોટી ભૂલ છે ગાડીની બ્રેકનો યોગ્ય ઉપયોગ ન કરવો. આ અહેવાલમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ગાડીની બ્રેકના યોગ્ય ઉપયોગ વિશે, જેથી ગાડી ચલાવતી સમયે તમે કોઈ સમસ્યા ન ફસાઓ અને ગાડીની બ્રેકનું પેડ સમય પહેલાં ખરાબ ના થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરામથી બ્રેક મારો
જ્યારે પણ તમે ગાડી ચલાવો, તો બ્રેકનું ખાસ ધ્યાન રાખો. જો તમે અચાનક કારની બ્રેક મારો તો બ્રેકના પેડ પર અસર પડે છે. એટલા માટે જ કારની બ્રેકને આરામથી મારો અને ધીમે ધીમે સ્પીડ ઓછી કરવા માટે બ્રેક લગાવો. જો તમે ઝડપથી બ્રેક મારશો તો ગાડીનું ટાયર પણ ઝડપથી ઘસાઈ જશે.


ઓવરસ્પીડિંગથી બચો
કાર ચલાવતી વખતે સ્પીડનું પણ ખાસ ધ્યાન રાખો, આ તમારી સુરક્ષા માટે પણ ઘણું જરૂરી છે. સ્પીડ તમારી સાથે સાથે અન્ય માટે પણ જરૂરી છે. જો તમે સ્પીડમાં કાર ચલાવો છો તો એનો મતલબ એ છેકે બ્રેક લગાવતી વખતે બ્રેક પેડને ઘર્ષણનો સામનો કરવો પડશે, ઝડપથી બ્રેક મારવાના કારણે બ્રેકના પેડનું રબર ઘસાઈ શકે છે.


આ પણ વાંચો:
'ચૂંટણી પંચે દૂધનું દૂધ પાણીનું પાણી કરી દીધુ', ઉદ્ધવ ઠાકરે પર બોલ્યા અમિત શાહ
રેણુકા સિંહની પાંચ વિકેટ પાણીમાં, ઈંગ્લેન્ડે ભારતને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું
ગુજરાતમાં અહીં લાખો રુદ્રાક્ષમાંથી બનાવેલા શિવલિંગના દર્શન માટે લાગી લાઈનો


બ્રેક મારતી વખતે ઉતાવળ ના કરો
જો તમે સ્પીડમાં કાર ચલાવી રહ્યા છો અને અચાનક બ્રેક મારો છો તો એનાથી બ્રેક પેડ ખરાબ થવાની સંભાવના છે. એટલા માટે તમે જ્યારે પણ તમારા ડેસ્ટિનેશન પર પહોંચવાનો હો એ પહેલાં જ કારની સ્પીડ ઓછી કરી દો અને ત્યાર બાદ બ્રેક મારો.


ઓવરલોડિંગ ના કરો
ક્યારેય પણ કારમાં ઓવરલોડિંગ ના કરો, ઓવરલોડિંગથી કારની બ્રેક અને એવરેજ પર ઘણી અસર પડે છે. કારમાં જેટલા લોકોને બેસવાની જગ્યા છે એટલા લોકોને જ બેસાડો, કેમ કે કારમાં ઓવરલોડિંગ કરવાથી પણ બ્રેક પર અસર પડે છે આના કારણે બ્રેક પેડ ખરાબ થવાના વધુ ચાન્સ છે.


આ પણ વાંચો:
આસારામનો ફોટો રાખી પૂજાનો મામલો ગાંધીનગર પહોંચ્યો, શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન
પાક બની ગયું કંગાળ! રક્ષામંત્રી ખ્વાજા આસિફે કરી મોટી જાહેરાત, કહ્યું- નાદાર થયો દેશ

M.S.DHONI આ મેચ પછી IPLમાંથી લેશે નિવૃત્તિ? CSK અધિકારીએ આપી મોટી Update


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube