વેલન્ટાઈન પર જાદુની જપ્પી આપવાનું ના ભૂલતા, મળે છે સ્વાસ્થ્યને આ અઢળક ફાયદા
આપણે જ્યારે કોઈને ગળે મળીએ ત્યારે ખુબ સારૂ લાગે છે. હગ કરવાથી શરીરને પણ ફાયદા મળે છે. કોઈને ગળે મળવાથી બ્લડ પ્રેશરનું લેવલ અને હાર્ટ બીટ પણ નોર્મલ થઈ જાય છે. જાણો હગ કરવાના ફાયદા.
નવી દિલ્હીઃ જ્યારે તમે પોતાના મિત્રોને મળો છો ત્યારે તમારી પ્રથમ પ્રતિક્રિયા તેમને જાદુની જપ્પી (Hug) હોય છે. આટલું જ નહીં ઑફિસમાં પણ હેન્ડ શેક સામાન્ય વાત છે. શું તમે જાણો છો કે જ્યારે તમે કોઇને ગળે મળો છો કે હેન્ડ શેક કરો છો તેના કેટલા ફાયદા થાય છે? એક રિસર્ચમાં જાણવા મળ્યું છેકે, સ્નેહ સંબંધ જેવા કે હાથ પકડવો, ગળે મળવાથી બ્લડ પ્રેશરનું લેવલ અને હાર્ટ બીટને નોર્મલ કરી શકે છે. જેનાથી હાર્ટ સંબંધિત કેટલીય સમસ્યાઓનું સમાધાન શક્ય છે. આપણે માત્ર પોતાના પાર્ટનર ઉપરાંત જેને પણ તમે પોતાનાથી ક્લોઝ માનતા હોય તેની સાથે તમે ગળે મળી શકો છો. આમ કરવાથી ન માત્ર તમારી બંનેની વચ્ચે ક્લોઝનેસ વધશે આ સાથે જ માનસિક સ્વાસ્થ્યમાં પણ લાભદાયી થાય છે. જાણીશું , માત્ર સ્કિનના ટચથી જ કેવી રીતે માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકાય છે.
માનસિક તણાવને ઘટાડે છે- જો તમે પરેશાન છો, કોઇ સમસ્યાથી ઘેરાઇ ગયા છો અને કોઇ તમારી નજીકનું તમને હગ કરે છે તો તમે જાણી શકશો કે તમે હવે સારું ફીલ કરી રહ્યા છો. ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક પ્રોફેસરનું કહેવું છે કે ગળે મળવાથી તણાવ તો ઓછો થાય જ છે, માનસિક સ્વાસ્થ્યમાં પણ ઝડપથી સુધારો આવે છે.
આ પણ વાંચોઃ ગર્લફ્રેન્ડ કે પત્નીને બિન્દાસ્ત કરો Kiss,શરીરને મળે છે ગજબના આ 5 ફાયદાઓ
ખુશીઓ વધે છે- જ્યારે કોઇ તમને ગળે મળે છે ત્યારે તમારા શરીરમાં રહેલ ઑક્સીટોસિન હૉર્મોનનું સ્તર વધી જાય છે. જે લોકોના આપણી આસપાસ હોવાથી આપણને સારું લાગે છે. તે લોકોની સાથે રહેવાથી ઑક્સીટોસિન હૉર્મોન રિલીઝ થાય છે અને આપણો મૂડ સારો રહે છે. હગિંગ શરીરના કોર્ટિસોલ સ્તરને નિયંત્રિત કરે છે જેનાથી ઑક્સીટોન નામનો હૉર્મોન રિલીઝ થવા લાગે છે જેને લવ હૉર્મોન પણ કહેવામાં આવે છે. આ આપણા વર્તનમાં સકારાત્મક અસર નાંખે છે. બૉડીના ઑક્સીટોન રિલીઝ થવાથી આપણે વધારે કૂલ અને રિલેક્સ થવાની સાથે તણાવ મુક્ત થઇ જઇએ છીએ.
હાર્ટને વધારે મજબૂત બનાવે છે- જ્યારે આપણે કોઇ પોતાનાને ગળે મળીએ છીએ ત્યારે આપણને મજબૂતીનો અનુભવ થાય છે. આમ કરવાથી આપણને એકલા નથી લાગતું. હકીકતમાં વૈજ્ઞાનિકોને પણ જાણવા મળ્યું છે કે ગળે મળવું હેલ્ધી હાર્ટ માટે ખૂબ જ જરૂરી છે. યૂનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર પણ આ વાત સ્વીકારે છે. હકીકતમાં જ્યારે તમારો કોઇ હાથ થામે છે અથવા ગળે મળે છે ત્યારે જાતે જ બ્લડ પ્રેશર લેવલ અને હાર્ટ બીટમાં ઘટાડો થાય છે. આ હ્યૂમન બૉડીના હેલ્ધી હાર્ટ માટે ખૂબ જ જરૂરી છે. આટલું જ નહીં આમ કરતાં રહેવાથી હાર્ટ અટેકનું જોખમ પણ ઘટી જાય છે.
આ પણ વાંચોઃ 32 વર્ષ સુધી પત્નીની અસ્થિઓની પૂજા કરી, અંતે પતિના અંતિમસંસ્કારમાં સાથે રખાઈ અસ્થિઓ
એકલતાને દૂર કરે છે- હકીકતમાં ડૉક્ટર્સનું કહેવું છે કે માનવ શરીરની સંરચના જ એવી છે કે તેને દર વખતે કોઇ પોતાનું ખૂબ જ નજીક જોઇએ..જ્યારે વ્યક્તિ માતાના પેટની અંદર રહે છે ત્યારથી તે આ પ્રકારનો નેચર લઇને જન્મ લે છે. એવામાં પોતાના નજીકના લોકોથી દૂર રહેવું તેને માનસિક રીતે અસર કરે છે.જો આપની આસપાસ આવું કોઇ વ્યક્તિ હોય તો આપ એક મિનિટનો પણ વિચાર કર્યા વગર જાદુની જપ્પી લઇ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube