Old Cooler Repair: શિયાળો શરૂ થતા લોકો કુલરને પેક કરીને રાખી દેતા હોય છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ લોકો ફરી કુલરને બહાર કાઢે છે. પરંતુ લાંબા સમય સુધી પડ્યા રહ્યા બાદ કેટલીક વખત એવું થાય છે કુલર બરાબર ઠંડી હવા નથી આપતું. વીજળીના વપરાશ બાદ પણ તમને ઠંડી હવાનો લાભ મળતો નથી. જેથી કુલરને રિપેર કરવાની જરૂર ઊભી થાય છે. પરંતુ આજે તમને કેટલીક એવી ટીપ્સ આપીશું જેનાથી તમે કોઈ પણ કારીગરની મદદ વગર ઘરે બેઠા કુલરને રિપેર કરી ઠંડી હવાનો આનંદ માણી શકશો. સાથે આવું કરવાથી કુલરની ઉમ્ર વધશે અને વીજળીનો વપરાશ પણ ઓછો થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે કરવી સફાઈ?
કુલરનો પંખો દબાણ જનરેટ કરી હવાને બહારની તરફ ફેંકે છે. જેના લીધે કેટલીક વખત પાણીના ટીંપા પણ બહારની તરફ ઉડતા જોવા મળે છે. જો તમે ધ્યાનથી જોયું હોય તો કુલરના પંખાની બ્લેડ આગળથી ધારદાર અને થોડા વળેલા હોય છે. કુલરના પંખાના આ ધારદાર ભાગ અને વળાંક પર ધૂળ-માટી જામી જાય છે. જેથી કુલરના પંખા બરાબર કામ નથી કરતા જેના લીધે હવાનો ફ્લો ઓછો થઈ જાય છે. જેથી સારી ઠંડી હવાનો આનંદ માણવો હોય તો અઠવાડિયામાં બેથી ત્રણ વખત પંખાની બ્લેડની સફાઈ કરવી જોઈએ.


કુલરની યોગ્ય તપાસ જરૂરી
કુલરના પંખામાં લાગેલા કન્ડેન્સર સ્પીડને વધારવાનું કામ કરે છે. કુલરમાં પાણી ભર્યા બાદ જ તેના ચાલુ કરવામાં આવે છે. જેથી વારંવાર પાણી ઢોળાતા કન્ડેન્સર ખરાબ થવાની ફરિયાદ ઉઠતી હોય છે. જેના લીધે પંખાની સ્પીડ ધીમી થઈ જાય છે. જેથી કુલરના કન્ડેન્સરની તપાસ કરી લેવી યોગ્ય છે. સાથે જો કુલરમાં લાગેલ ઘાસને લાંબો સમય થઈ ગયો હોય તો તેને પણ બદલવી જોઈએ. જેનાથી તમને યોગ્ય ફ્લોમાં હવાનો આનંદ મળશે.


નોંધ : જો તમે આ ટીપ્સને યોગ્ય રીતે ફોલો કરો છો તો ઠંડી હવા સાથે કુલર પરનો લોડ ઓછો થશે. જેથી વીજળીની પણ બચત થશે. આ ટીપ્સને ફોલો કરી તમે ઘરે બેઠા પૈસાની બચત સાથે ઠંડી હવાનો આનંદ માણી શકો છો.


આ પણ વાંચો
Ind vs Aus 1st ODI: વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્ય વિજય, રાહુલે રંગ રાખ્યો
કાશ્મીરમાં 'કળા' કરી આવ્યો અમદાવાદનો 'નટવરલાલ', અનેક રાજનેતાઓને બનાવ્યા ઉલ્લું!

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube