Beetroot Juice To Reduce Cholesterol and BP: બીટ તમે સલાડના રૂપમાં ખાવો કે પછી તેનું જ્યુસ પીવો તે સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે તમને હેલ્ધી રાખે છે. આ કારણ છે કે દરરોજ સવારે બીટનું જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. બીટ ઘણી બીમારીથી રાહત અપાવે છે. બીટનું જ્યુસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલને રોકી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે જે લોકોનું બ્લડ પ્રેશર વધારે રહે છે, તેને ઘણી ઘાતક બીમારીનું જોખમ રહે છે. હાઈ બ્લડ પ્રેશરથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો રહે છે. સાથે આંખોથી લઈને લીવર અને કિડની ડેમેજ થવાનું જોખમ રહે છે. તેથી બ્લડ પ્રેશરનું કંટ્રોલમાં રાખવું જરૂરી છે. આ રીતે જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલની માત્રાને પણ નિયંત્રિત કરવી જરૂરી છે. તમે લાઇફસ્ટાઇલમાં સુધાર કરી તેને કંટ્રોલ કરી શકો છો. પરંતુ જો તમે બીટનું સેવન કરો છો તો તમારૂ બ્લડ પ્રેશર ઘટી જાય છે. ઘણા રિસર્ચમાં તે વાત સામે આવી છે કે બીટનું જ્યુસ પીવીને ઘટાડવામાં સહાયક છે. બીટના જ્યુસમાં એન્ટીઓક્સીડેન્ટ, પોટેશિયમ, આયરન, મેગ્નીશિયમ, ઝિંક કોપર, વિટામિન અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે. બીટનું જ્યુસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડના લેવલને નિયંત્રિત કરવામાં સક્ષમ છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. 


આ પણ વાંચોઃ સવારે કરો માત્ર આ 3 કામ, પેટની ચરબી જલ્દી થશે દૂર, શરીરને પણ થશે ફાયદો


બીટ ખાવાથી મોટાપો ઘટે છે. તે શરીરની ચરબીને ઘટાડો કરી વજન ઓછું કરવામાં સહાયક છે. આ જ્યુસમાં કેલેરીની માત્રા ખુબ ઓછી હોય છે અને ફેટ હોતા નથી. તેની મદદથી વજન કંટ્રોલ કરી શકાય છે. જો તમારૂ મેટાબોલિઝ્મ નબળું છે તો તમારે બીટનું જ્યુસ પીવું જોઈએ. તેનાથી લોહીની કમી પણ દૂર થાય છે.