નવી દિલ્હી: જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો, તો ઘરમાં પીવામાં આવતી નોર્મલ ચા પણ તમારું વજન ઘટાડી શકે છે. વજન ઘટાડવા માટે ચા ઓછી પીવા માટે કહેવામાં આવે છે. પરંતુ આજે અમે તમને ચા બનાવવાની એવી રીત જણાવી રહ્યા છીએ જેને પીવાથી તમારું વજન તો ઘટશે સાથે સાથે કબજીયાત, હાઈ બ્લડ પ્રેશર વગેરેને કંટ્રોલ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે ચા પીવાથી થશે ફાયદો
ચા ક્યારે પણ ખાલી પેટ અથવા ભોજન કર્યા બાદ પીવી જોઇએ નહીં. ચા ત્યારે જ પીવી જોઇએ જ્યારે તમે સંપૂર્ણપણે થાકી ગયા હોવ અથવા થાક અનુભવી રહ્યા હોવ ત્યારે જ તેનો ફાયદો તમને જોવા મળી શકે છે.


ચા બનાવવાની સામગ્રી
- ચા પત્તી
- લેમનગ્રાસ સ્ટેમ (2 ઇંચનો ટુકડો)
- કોકો પાવડર (2 ચમચી)
- દૂધ
- શુગર ફ્રી (2 ચમચી)
- એક કપ પાણી


આ રીતે બનાવો ચા
ચા બનાવવા માટે સૌથી પહેલા પાણીને ઉકાળવા મુકો. આ સાથે લેમનગ્રાસને સારી રીતે ક્રશ કરી પાણીમાં મિક્ષ કરો. જ્યારે અન્ય એક કપમાં કોકો પાવડર અને ખાંડ મિક્ષ કરો. ત્યારબાદ જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ચા પત્તી મિક્ષ કરો અને ત્યારબાદ દૂધ નાખી તેને ઉકળવા દો. ત્યારપછી ચા ઉકળી ગયા બાદ તેને તે કપ કાઢો જેમાં તમે કોકો પાવડર અને ખાંડ મિક્ષ કરી છે. ત્યારબાદ ચમચીથી બરાબર મિક્ષ કરો અને પી લો.


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube