નવી દિલ્હીઃ તમે કેસર, બદામ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર દૂધ વિશે તો જાણો છો પણ ભાગ્યે જ કોઈ મૂન મિલ્ક વિશે જાણતું હતું, ઔષધીઓથી ભરપૂર દૂધને મૂન મિલ્ક કહેવામાં આવે છે. જે ના માત્ર આપણા મગજ અને શરીરને આરામ આપે છે પરંતુ પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત બનાવવાની સાથે ઉંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

T20 World Cup માં ભારતનું 'ટ્રમ્પ કાર્ડ' બનશે ગુજરાતનો આ જકાસ ખેલાડી! વિરાટ કોહલી પણ આ ક્રિકેટર પર છે ફિદા!

એક લાંબા થાક પછી આરામદાયક ઉંઘની જરૂર હોય છે. તબીબો 7થી 8 કલાકની ઉંઘની સલાહ આપે છે. તમે રાત્રે સૂતા પહેલાં હળદરવાળા દૂધના આયુર્વેદિક ફાયદા વિશે સાંભળ્યું હશે પણ એક બીજા પ્રકારનું દૂધ પણ હોય છે જેને સૂતા પહેલા રોજ પીવુ જોઈએ જેથી સારી ઉંઘ આવી જાય. અને અમે વાત કરી રહ્યાં છીએ મૂન મિલ્કની. આ દૂધ ભારતીય ઔષધીઓ અને અશ્વગંધા, જાયફળ, હળદરથી તૈયાર થાય છે જે ના માત્ર તમારા મગજ અને શરીરને આરામ આપે છે પણ તમારી ઈમ્યુનિટીને પણ મજબૂત કરવામાં તમારી મદદ કરે છે. હળદરના દૂધની જેમ આ પણ તમારા આરોગ્ય માટે રામબાળ ઈલાજ છે.


પોષણ તત્વોથી ભરપૂર મૂન મિલ્ક:
આ ઔષધિય દૂધ તમારી ઈન્દ્રિયોને શાંત કરવાનું ઉત્તમ સાધન છે. મૂન મિલ્કમાં નાખવામાં આવતી તમામ સામગ્રી એટલે કે ઔષધી પૌષક તત્વોથી ભરપૂર છે. જે તમને તણાવથી દૂર રાખવાની સાથે સારી ઉંઘ લાવવામાં પણ સારી મદદ કરશે.


મૂન મિલ્કના આરોગ્યલક્ષી લાભ:
મૂન મિલ્ક જે ઔષધીઓથીભરપૂર દૂધ છે જેમાં અશ્વગંધા પણ નાખવામાં આવે છે. આ ઔષઝી પાવરફૂલ એન્ટીફ્લેમેટ્રી ગુણોની સાથે કાર્ડિયોપલ્મોનરી અને કેન્દ્રીય તંત્રિકા તંત્ર પર સકારાત્મક અસર કર છે. અશ્વગંધા યુવાનોમાં તણાવ અને ચિંતા ઓછી કરે છે. જેનાથી ઉંઘની ગુણવત્તામાં સુધાર આવે છે.

એક લાખથી પણ ઓછામાં મળી રહ્યું છે સૌથી શાનદાર ઓફ રોડ બાઈક! Royal Enfield Himalayan ના ચાહકો જલ્દી કરો!

દૂધ:
સૌથી પહેલા તો આ દૂધ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, હકીકતમાં દૂધમાં ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડ હોય છે. જે સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે. દૂધ અનેક જરૂરી પોષકતત્વો જેવા કે પ્રોટીન, વિટામીન, કૈલ્શિયમથી ભરપૂર છે. જેને પીવાથી શરીરમાં તાકાત આવે છે અને આરોગ્યમાં વધારો થાય છે.


હળદર:
મૂન મિલ્કમાં નાખવામાં આવતી હળદર એક એન્ટીઓક્સીડન્ટ, એન્ટ ઈફ્લેમેટ્રી સિવાય તેમાં ઈમ્યુનિટી બુસ્ટિંગના ગુણ પણ હોય છે. માનવામાં આવે છે કે હળદરમાં કાર્મેટિવ ઈફેક્ટ હોય છે જે સારી પાચનક્રિયા અને ચયાપચય માટે ઘણી જ સારી છે.


અશ્વગંધા:
આ પરંપરાગત જડીબુટ્ટી સદીઓથી પોતાના ઔષધીય ગુણોના કારણે ઓળખાય છે. અશ્વગંધા એક એડાપ્ટોજેનિક ઔષધી છે. જે આપણા શરીરને કોઈપણ પ્રકારના તણાવ અને ચિંતાથી દૂર રાખે છે. આ ઔષધીના મૂળ ઘણાં જ ઉપયોગમાં લેવાય છે.


જાયફળ:
જાયફળ એક એડેપ્ટોઝેન છે. જે આપણા શરીર માટે સિડેટિવનું કામ કરી શકે છે. તેના સેવનથી તણાવથી રાહત તો મળે જ છે. સાથે જ ઉંઘની ગુણવત્તામાં સુધારો લાવી શકે છે.

આ છે વિશ્વનું સૌથી મોટું પાગલખાનું, અહીં જામે છે ભૂતોની મહેફિલ! પોચા હૃદયવાળા ના જોતા આ તસવીરો

મૂન મિલ્ક કેવી રીતે બનાવશો:
1) 1 કપ - દૂધ
2) 1 ચપટી - હળદર
3) અડધી ચમચી અશ્વગંધાનો પાવડર
4) અડધી ચમચી તજનો પાવડર
5) 1 નાની ચમચી સૂંઠનો પાવડર
6) 1 ચપટી જાયફળનો પાવડર
7) 1 નાની ચમચી નારિયળનું તેલ
8) 1 ચમચી મધ

અહીં લગ્નમાં પૈસા લઈને જીજાની સાળી બને છે છોકરીઓ! પછી વરરાજા સાથે કરે છે આ કામ..

મૂન મિલ્ક બનાવવાની વિધિ:
1) પેનમાં દૂધને ધીમા તાપે ઉકળવા દો
2) બાદમાં તેના અશ્વગંધા, તજ, સૂંઠ, હળદર અને જાયફળ મિક્સ કરો. હવે ગેસ બંધ કરી દો.
3) 5થી 10 મિનિટ માટે મસાલાને દૂધમાં રહેવા દો
4) બાદમાં તેમાં નારિયળનું તેલ નાખો અને સારી રીતે હલાવો, તમે ઈચ્છો તો દૂધમાં થોડી ખાંડ અથવા મધ પણ મિક્સ કરી શકો છો.
5) હવે મૂન મિલ્કનેએક કપમાંનાખી રાત્રે મધ મિક્સ કરી સૂતા પહેલા પી લો.
6) જો તમે પ્લાન્ટ બેસ્ટ ડાયટ પર છો તો નારિયલનું દૂધ, બદામનું દૂધ અથવા સોયાનું દૂધ પણ લઈ શકો છો.


રોજિંદા મૂન મિલ્ક પીધા પછી તમે 6થી 12 અઠવાડિયાની અંદર ઘણો ફર્ક જોશો. અશ્વગંધાથી બનેલું મૂન મિલ્ક પીવું આમ તો સારુ છે પણ તે વધુ માત્રામાં પીવાથી હાનિકારક પણ બની શકે છે.


Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

આ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube