Hair Mask: વાળને રાખવા હોય રેશમ જેવા મુલાયમ તો ટ્રાય કરો આ 2 માંથી કોઈ 1 હેર માસ્ક
Hair Mask: જો વાળ ઝાડુ જેવા બેજાન અને ડ્રાય થઈ ગયા હોય તો કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળની ચમક પરત લાવી શકાય છે. આજે તમને બે એવા હેર માસ્ક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળની સુંદરતા વધી જશે અને વાળ રેશમ જેવા મુલાયમ થઈ જશે.
Hair Mask: આજના સમયમાં વાળ સંબંધિત સમસ્યાઓ વધતી જાય છે. સ્ત્રી હોય તો પુરુષ તેમને ખરતા વાળ, સફેદ વાળ, ખોડો જેવી તકલીફો સતાવે છે. વાળની આવી બધી સમસ્યાઓનું કારણ અનહેલ્ધી ડાયેટ, પ્રદૂષણ, સંભાળનો અભાવ, ટેન્શન અને બદલતું વાતાવરણ હોય છે. આ ઉપરાંત લોકો વાળ પર કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં કરે છે જેના કારણે પણ વાળ બેજાન, ડ્રાય અને ડલ થઈ શકે છે.
આ પણ વાંચો: આ રીતે બનાવશો તો 10 લોકો માટે આલુ પરોઠા બનાવવામાં પણ નહીં આવે કંટાળો, ફટાફટ થશે કામ
કોઈપણ કારણસર જો વાળ ઝાડુ જેવા બેજાન અને ડ્રાય થઈ ગયા હોય તો કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળની ચમક પરત લાવી શકાય છે. આજે તમને બે એવા હેર માસ્ક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળની સુંદરતા વધી જશે અને વાળ રેશમ જેવા મુલાયમ થઈ જશે. આ હેર માસ્કનો નિયમિત ઉપયોગ કરશો તો વાળ એટલા સિલ્કી થઈ જશે કે તમે તમારા વાળના પ્રેમમાં પડી જશો.
આ પણ વાંચો: વજન ઘટાડવાનો આનાથી સરળ રસ્તો બીજો કોઈ નથી, ડાયટ કે એક્સરસાઈઝ વિના ફટાફટ ઘટે છે વજન
મધનુ હેર માસ્ક
વાળને રેશમ જેવા મુલાયમ બનાવવા હોય તો મધ સૌથી વધુ ઉપયોગી છે. મધ સ્કીન અને વાળ માટે ફાયદાકારક છે. મધનો ઉપયોગ ઘણા બધા બ્યુટી પ્રોડક્ટોમાં પણ કરવામાં આવે છે. આ મધની મદદથી વાળને સોફ્ટ અને શાઈની બનાવી શકાય છે. તેના માટે એક બાઉલમાં બે ચમચી મધ, બે ચમચી વિનેગર અને એક મોટો ચમચો નાળિયેરનું તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને ભીના વાળ પર અપ્લાય કરો. 30 મિનિટ પછી વાળને પાણીથી સાફ કરી લો.
આ પણ વાંચો: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી
તજનું હેર માસ્ક
તજ વાળ માટે ગુણકારી ઔષધી છે. તેનાથી તૈયાર કરેલું હેર માસ્ક વાળમાં ચમક વધારે છે અને વાળને મજબૂત પણ બનાવે છે. તેના માટે એક વાટકીમાં તજનો પાવડર અને નાળિયેરનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને રાત્રે સુતા પહેલા વાળમાં સારી રીતે લગાડો અને પાંચથી દસ મિનિટ મસાજ કરો. ત્યાર પછી તેને આખી રાત વાળમાં જ રહેવા દો. સવારે શેમ્પુથી વાળ ધોઈ લો. તમે જોશો કે એકવારમાં જ તમારા વાળમાં ચમક દેખાવા લાગી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)