White Hair Remedies: સફેદ વાળની ચિંતા આ શાક કરી દેશે દુર, માથાના સફેદ વાળ કુદરતી રીતે થશે કાળા
White Hair Remedies: માથામાં જો એક પણ સફેદ વાળ દેખાય તો આપણે જીવ ત્યાંને ત્યાં રહે છે. જ્યારે પણ આપણે અરીસાની સામે આવીએ ત્યારે સૌથી પહેલી નજર સફેદ વાળ પર પડે છે. કારણ કે સફેદ વાળ એવી સમસ્યા છે જેનાથી દરેક વ્યક્તિ દુર રહેવા ઈચ્છે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વધતી ઉંમરે પણ તેના વાળ કાળા, ઘટ્ટ અને મજબૂત રહે. પરંતુ આજના સમયમાં મોટી ઉંમર તો દુરની વાત છે પરંતુ લોકોના વાળ નાની ઉંમરમાં જ નબળા અને સફેદ થવા લાગ્યા છે.
White Hair Remedies: માથામાં જો એક પણ સફેદ વાળ દેખાય તો આપણે જીવ ત્યાંને ત્યાં રહે છે. જ્યારે પણ આપણે અરીસાની સામે આવીએ ત્યારે સૌથી પહેલી નજર સફેદ વાળ પર પડે છે. કારણ કે સફેદ વાળ એવી સમસ્યા છે જેનાથી દરેક વ્યક્તિ દુર રહેવા ઈચ્છે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વધતી ઉંમરે પણ તેના વાળ કાળા, ઘટ્ટ અને મજબૂત રહે. પરંતુ આજના સમયમાં મોટી ઉંમર તો દુરની વાત છે પરંતુ લોકોના વાળ નાની ઉંમરમાં જ નબળા અને સફેદ થવા લાગ્યા છે. જેના કારણે યુવાનોને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. જો કે આવી સ્થિતિથી તમને એક શાક બચાવી શકે છે.
જો તમારા વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે તો તમારે કલર કરવાની ભૂલ ન કરવી જોઈએ. તેને બદલે તમે કેટલીક અસરકાર વસ્તુઓનો ઉપયોગ કરશો તો માથા પર ફરી કાળા વાળ ઉગવા લાગશે. આવી અસરકારક વસ્તુઓમાંથી એક દૂધી પણ છે. દૂધી વાળ માટે વરદાન સમાન છે.
આ પણ વાંચો:
Towel Wrapping: નહાયા પછી ક્યારેય ન લપેટવો ટુવાલ, આ ભુલ નોંતરે છે ગંભીર બીમારીઓ
સવારે બ્રશ કર્યા વગર પીવો આ વસ્તુનું પાણી, જલદી ઓગળી જશે જામેલી ચરબી
ડેડ સ્કીન અને ખીલથી મુક્તિ અપાવે છે આ 3 વસ્તુઓ, 10 મિનિટમાં ચમકી જશે ત્વચા
દૂધીનો રસ
દૂધીના રસમાં વિટામિન્સ અને કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. જો તમે તેનો રસ કાઢીને પીવો છો તો તે શરીરને ડિટોક્સ કરશે અને તેની અસર ત્વચા અને વાળ પર પણ થાય છે. જો તમે અઠવાડિયામાં 3 દિવસ દૂધીનો રસ પીવો છો તો ધીમે ધીમે બધા સફેદ વાળ કુદરતી રીતે કાળા થઈ જશે.
દૂધીની છાલ
દૂધીનો રસોઈમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની છાલને ફેંકી દેવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે દૂધની છાલનો રસ પણ વાળ માટે વરદાન છે. દૂધીની છાલનો રસ કાઢી તેને માથામાં લગાડી મસાજ કરવી. તે સુકાઈ જાય પછી વાળને સાફ પાણીથી ધોવા.
આ પણ વાંચો:
White Hair: સફેદ વાળને કાળા કરીને જ છોડે છે આ બીજની પેસ્ટ, બે રીતે કરી શકો છો ઉપયોગ
કેનેડાનો મોહ છોડો.. ભારતીયોને ડોલર કમાવવા માટે બેસ્ટ છે આ 5 દેશ, અડધા ખર્ચે પહોંચશો
દૂધીનું તેલ
વાળને કાળા કરવા માટે ઘરે તમે દૂધીનું તેલ તૈયાર કરી શકો છો. તેના માટે દૂધીને બરાબર સાફ કરી તેની છાલ કાઢી તેને તડકામાં સુકવી લેવી. હવે એક વાસણમાં નારિયેળનું તેલ ગરમ કરી તેમાં દૂધીની છાલ ઉમેરી બરાબર ઉકાળો. 30 મિનિટ તેલ ઉકાળો અને પછી તેને ઠંડુ કરી કાચની બોટલમાં ભરી લો. આ તેલથી દરરોજ રાત્રે માથામાં મસાજ કરો અને સવારે ઉઠીને વાળ શેમ્પૂથી ધોઈ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)