How To Make Amchur Chutney: આમચૂર પાવડર એવો મસાલો છે જેનો સ્વાદ ખાટો હોય છે. તેને કાચી કેરીને સુકાવીને તૈયાર કરવામાં આવે છે. તેથી જ આમચૂર પાવડર ભોજનનો સ્વાદ વધારવાનું કામ પણ કરે છે. આમચૂર પાવડરનો ઉપયોગ તમે ઘણી બધી વાનગીઓમાં કર્યો હશે. પરંતુ શું તમે આમચૂર પાવડરમાંથી બનેલી ચટણી ખાધી છે ? આમચૂર ચટણી સ્વાદમાં ખાટી મીઠી હોય છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સુધરે છે. ખાસ વાત એ છે કે તેને બનાવવી એકદમ સરળ છે અને આ ખાટી મીઠી ચટણી તમે અલગ અલગ વાનગી સાથે ખાઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ આમચૂર ચટણી બનાવવાની રીત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


દુધીની છાલમાંથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી ચટણી, બધા ખાશે આંગળા ચાટીને..


આખો દિવસ શરીરમાં રહેશે સ્ફુર્તી, સવારે નાસ્તામાં પીઓ બદામ-કેળાની સ્મૂધી


ગરમીના દિવસોમાં પણ 30 દિવસ સુધી ફ્રેશ રહેશે કોથમીર જો આ રીતે કરશો સ્ટોર


આમચૂરની ચટણી બનાવવા માટેની સામગ્રી

1/4 કપ આમચૂર પાવડર
1/4 કપ ગોળ
1/2 ચમચી લાલ મરચું પાવડર
1 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર
1 ટીસ્પૂન વરિયાળી 
1/4 ચમચી સંચળ
1 ચમચી તરબૂચના બી 
સ્વાદ પ્રમાણે મીઠું
પાણી જરૂર મુજબ 


આમચૂર ચટણી કેવી રીતે બનાવવી


આમચૂરની ચૂંટણી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લેવું. તેમાં આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, સંચળ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યાર પછી આ બધી વસ્તુને બરાબર હલાવો અને તેમાં એક કપ પાણી ઉમેરો. તમે મિક્સર જારમાં પણ પાણી અને મસાલા ઉમેરીને પેસ્ટ તૈયાર કરી શકો છો. 


ત્યાર પછી એક કડાઈમાં ગોળ અને થોડું પાણી ઉમેરીને તેને મધ્યમ આંચ ઉપર ગરમ કરવા મૂકો. જ્યારે ગોળ પાણીમાં ઓગળી જાય તો મસાલાની તૈયાર કરેલી પેસ્ટ તેમાં ઉમેરી દો. પાંચ મિનિટ પછી તેમાં શેકેલા જીરાનો પાવડર અને વરીયાળી ઉમેરો. ત્યાર પછી ચટણીને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ઉકાળો. ચટણી ઘટ્ટ થઈ જાય એટલે તેમાં તરબૂચના બી ઉમેરીને બરાબર મિક્સ કરો અને ઠંડી થાય એટલે સ્ટોર કરી લો.