રાત્રે જલ્દી ભોજન કરવાથી શરીરને મળે છે ચોંકાવનારા ફાયદા, જાણો ડીનરનો યોગ્ય સમય
એક્ટિવ અને એનર્જેટિક બનેલા રહેવા માટે વ્યક્તિએ રાતનું ભોજન 7થી 7.30 કલાક વચ્ચે લેવું જોઈએ. જાણો તેના ફાયદા...
નવી દિલ્હીઃ રાત્રે મોડું ભોજન કરવું શરીર માટે હાનિકારક બની શકે છે. સામાન્ય રીતે, આ વ્યસ્ત માહોલ આ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે, પરંતુ હંમેશા સ્વસ્થ રહેવા માટે, તમારે તમારા ખાવાના સમય પર વિશેષ ધ્યાન આપવું પડશે. સમયસર રાત્રિભોજન કરવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા શરીર માટે ખુબ સારૂ છે. સક્રિય અને ઉર્જાવાન રહેવા માટે વ્યક્તિએ સાંજે 7 થી 7:30 ની વચ્ચે રાત્રિભોજન કરવું જોઈએ. દિવસનું છેલ્લું ભોજન સમયસર ખાવાના બીજા ઘણા ફાયદા છે પરંતુ અમે તમને જણાવીશું કે રાત્રે વહેલા જમવું કેમ ફાયદાકારક છે.
રાત્રે જલ્દી ભોજન કરવાના ફાયદા
નીંદર સારી આવશેઃ દિવસભરનો થાક લાગ્યા બાદ જો તમને ભોજન યોગ્ય સમયે મળી જાય તો સૂવાનો પર્યાપ્ત સમય મળશે અને તમે સવારે ફ્રેશ રહેશો.
છાતીમાં નહીં થાય બળતરાઃ રાત્રે ભોજન કર્યાં બાદ તમે તત્કાલ બેડ પર સૂવા જતા રહો છો. તેવામાં શરીરમાં ગેસની સમસ્યા વધે છે.
આ પણ વાંચોઃ શાકવાળો મફતમાં આપે તોય ના લેતા લીલા રંગના બટાકા, આ બટાકામાં હોય છે એક પ્રકારનું ઝેર
હાર્ટ રહેશે સ્વસ્થઃ જ્યારે ભોજન સારી રીતે પચી જાય તો ફેટ અને કોલેસ્ટ્રોલની પરેશાની થશે નહીં અને તમારૂ હાર્ટ સારૂ રહેશે.
વજન થાય છે કંટ્રોલઃ વજન ઘટાડવા માટે રાત્રે જલ્દી ભોજન કરવું જરૂરી છે. રાત્રે જમ્યા બાદ તમે જરૂર ચાલવા જાવ. આમ કરવાતી તમારૂ ભોજન પચી જાય છે અને ફેટ ભેગો થતો નથી.
પેટની બીમારીઓ રહેશે દૂરઃ હંમેશા તમારા સૂવા અને ભોજનના સમય વચ્ચે અંતર બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે. આ એટલા માટે ભોજન સારી રીતે ન પચે તો પેટમાં દુખાવો, એસિડ રિફ્લક્સ અને સોજા આવી શકે છે.
વધુ ફ્રેશ રહેશોઃ સમય પર ભોજન અને ઉંઘ લેવાથી તમે સવારે વધુ ફ્રેશ રહેશો.
(માત્ર જાણકારી માટે આ માહિતી આપવામાં આવી છે. તમે કોઈ ડોક્ટરની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube