નવી દિલ્હીઃ નશો કરનારાઓ તો બાપા...જાત જાતનો નશો કરતા હોય છે. એમાંય જો આ પ્રાણીનું દૂધ એમના હાથમાં આવી જાય તો તો લોકો પી પીને ટૂલ થઈ ગયા સમજો! હાં કારણકે એક એવું પણ પ્રાણી છે જેનું દૂધ પીવાથી થઈ જાય છે દારૂની બોટલ કરતા પણ વધારે નશો! દૂધનો ઉપયોગ દરેક ઘરમાં રોજેરોજ થતો હોય છે. કોઈને ગાયનું દૂધ સારું લાગે છે તો કોઈના ઘરમાં તમને ભેંસનું દૂધ જોવા મળશે. ક્યારેક ક્યારેક બીમાર થાઓ તો બકરીનું દૂધ પીવાની પણ સલાહ આપવામાં આવે છે. ગાય, ભેંસ, બકરીના દૂધ પ્રોટીન અને વીટામીનથી ભરપૂર હોય છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે એક એવું જાનવર છે જેના દૂધમાં વ્હીસકી, બીયર કે વાઈન કરતા વધુ આલ્કોહોલ હોય છે તો શું તમે માનશો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધનો ઉપયોગ દરેક ઘરમાં રોજેરોજ થતો હોય છે. કોઈને ગાયનું દૂધ સારું લાગે છે તો કોઈના ઘરમાં તમને  ભેંસનું દૂધ જોવા મળશે. ક્યારેક ક્યારેક બીમાર થાઓ તો બકરીનું દૂધ પીવાની પણ સલાહ આપવામાં આવે છે. ગાય, ભેંસ, બકરીના દૂધ પ્રોટીન અને વીટામીનથી ભરપૂર હોય છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે એક એવું જાનવર છે જેના દૂધમાં વ્હીસકી, બીયર કે વાઈન કરતા વધુ આલ્કોહોલ હોય છે તો શું તમે માનશો? પરંતુ આ સાચુ છે. આ જાનવરનું દૂધ પીવાથી નશો થઈ શકે છે. તમને પણ નવાઈ લાગતી હશે કે એવું તે કયું જાનવર હશે જેનું દૂધ પીવાથી નશો થાય? આ જાનવરના દૂધમાં કેટલા પ્રમાણમાં આલ્કોહોલ મળી આવે છે તે તમામ વિગતો જાણો...


મુખ્ય રીતે જંગલી અને ક્યારેક ક્યારેક પાલતુ જાનવર તરીકે મળી આવતા આ જાનવરનું દૂધ જો કોઈ મનુષ્ય પીવે તો તેને નશો ચડી શકે છે. આ જાનવર કોઈ બીજુ નહીં પરંતુ હાથણી છે. હાથણીના દૂધમાં 60 ટકા આલ્કોહોલ મળી આવે છે. વાત જાણે એમ છે કે હાથીને શેરડી ખુબ ભાવતી હોય છે. શેરડીમાં ભારે પ્રમાણમાં આલ્કોહોલ બનાવનારા તત્વો હોય છે. આથી હાથણીના દૂધમાં આલ્કોહોલ મળી આવે છે. રિસર્ચર્સના જણાવ્યાં મુજબ હાથીનું દૂધ મનુષ્યને સેવન યોગ્ય નથી. 


દૂધમાં રહેલા કેમિકલ માણસો માટે જોખમી-
2015માં ‘Journal of Dairy Science’ માં એક રિસર્ચ પ્રકાશિત થયો હતો. કેટલાક અભ્યાસ મુજબ હાથીના દૂધમાં મળી આવતા રસાયણો માણસો માટે ઘાતક નીવડી શકે છે. સામાન્ય રીતે કોઈપણ દારૂની બોટલમાં 42 ટકા આલ્કોહોલ હોય છે. ત્યારે એક રિસર્ચર્સના જણાવ્યાં મુજબ આફ્રિકન હાથણીના દૂધમાં 62 ટકા આલ્કોહોલ જોવા મળ્યો. જે વ્હીસકીની બોટલમાં જોવા મળતા આલ્કોહોલ કરતા પણ વધુ સ્તર કહી શકાય. સ્પષ્ટ છે કે આ દૂધમાં બીટા કેસીનનું અસ્તિત્વ હોઈ શકે છે. જો કે પહેલા આ ભૂમિકા ફક્ત કે-કેસીન સાથે જોડાયેલી હતી. 


હાથીના દૂધમાં ઉચ્ચ સ્તરનું લેક્ટોઝ-
રિસર્ચ મુજબ આફ્રિકન હાથણીઓના દૂધમાં લેક્ટોઝ અને ઓલિગોસેકેરાઈડ્સનું સ્તર ખુબ વધુ હોય છે. તે હાથણીઓના સ્તન ગ્રંથીઓમાં અલ્ફા-એલએ સામગ્રી સાથે જોડાયેલું હોય છે. મોટા સ્તર પર તે વિશેષ કાર્બોહાઈડ્રેટ સંશ્લેષણ સાથે સંબંધિત છે, જ્યાં પ્રોટીન આલ્ફા-એલએના રૂપમાં કામ કરે છે. હાથીઓને પૃથ્વી પર સૌથી વધુ સંવેદનશીલ જાનવરોમાંથી એક ગણવામાં આવે છે. આ સાથે જ તેમને માણસો કરતા પણ વધુ સમજદાર માનવામાં આવે છે. જો કે ડોલ્ફિનને વધુ સંવેદનશીલ અને બુદ્ધિશાળી જાનવર માનવામાં આવે છે. 


દુનિયાભરમાં હાથીઓની ત્રણ અલગ અલગ પ્રજાતિઓ મળી આવે છે. જેમાં આફ્રિકી સવાના હાથીની સાથે સાથે એશિયન હાથીઓ પણ સામેલ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ લગભગ 50 લાખ વર્ષ પહેલા ધરતી પર હાથીઓની 170 પ્રજાતિઓ હતી. હવે ધરતી પર હાથીઓની ફક્ત 2 જ પ્રજાતિઓ બચી છે. જેમાં હાથી અને લોક્સોડોન્ટા સામેલ છે. એક સામાન્ય હાથીને રોજ લગભગ 150 કિલોગ્રામ ભોજનની જરૂર હોય છે. આથી હાથી દિવસમાં 12થી 18 કલાક ઘાસ, પાંદડા અને ફળ ખાઈને વીતાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube