English Basic Rules Knowledge : ભારતમાં મોટાભાગે લોકો હિન્દી કે સ્થાનિક ભાષાનો પ્રયોગ વધારે છે. તેના બાદ બીજા નંબરે આવે છે અંગ્રેજી ભાષ।. અંગ્રેજી ભાષા આપણી બોલચાલનો ભાગ બની ગઈ છે. ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઈટ સુધીના કેટલાય શબ્દો એવા છે જેઓ આપણે રોજ બોલીએ છીએ. અંગ્રેજી અને હિન્દીના ઉચ્ચારણમાં મોટો ફરક છે. અંગ્રેજી ભાષા શીખવા માટે ગ્રામર સમજવુ પડે છે, અને ગ્રામરના બેઝિક નિયમો શીખવા થોડા અઘરા છે. કેટલાક કિસ્સામાં આદત ન પડે અથવા ન આવડે તો લોકો અંગ્રેજી બોલવાનું બંધ કરે છે. અથવા તો 99 ટકા લોકો કેટલાક અંગ્રેજી શબ્દો બોલવામાં ભૂલ કરે છે. જેમાં એક છે C અક્ષર. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

C ના અંગ્રેજી અને હિન્દી ઉચ્ચારણમાં મોટો ફરક છે. આ ફરક આકાશ અને ખીણ જેવો છે. મોટાભાગના લોકોને ખબર પડતી નથી કે, C નો ઉચ્ચારણ ‘સ’ કરવો કે ક થી કરવો. 99 ટકા લોકો તેને બોલવામાં ભૂલ કરે છે. 


Rule 1: જો C ની આગળ E, I, Y  વગેરે વર્ણ હોય તો C થી શરૂ થનારા શબ્દનું ઉચ્ચારણ ‘સ’ થાય છે. આ નિયમ દિમાગમાં ગાંઠ વાળીને મૂકી દો. જેમ કે, 
 
Circle: તેને સર્કલ વાંચવું, જેનો અર્થ થાય છે ગોળાકાર 
Centre: તેને સેન્ટર વાંચવુ, જેનો અર્થ થાય છે કેન્દ્ર કે મધ્ય બિંદુ 
Cycle: તેને સાયકલ વાંચવું, જેનો અર્થ થાય છે ચક્ર 


હવે એ પણ જાણી લો કે C ને ક થી ક્યારે વાંચવું. I, E કે Y ને છોડીને અંગ્રેજીનો અક્ષર કે શબ્દ આવે ત્યાં C ને ‘ક’ થી વાંચવું. ઉદાહરણ તરીકે 


​C ના બાદ I, E કે Y છોડીને બનતા શબ્દ
C ના બાદ A કે O કે R અથવા કંઈ પણ આવી શકે છે. તો શબ્દનો ઉચ્ચાર આવો થશે 
C ના બાદ A પર આવનાર શબ્દ CAT એટલે બિલાડી
​C ના બાદ O આવનારો શબ્દ ​COW એટલે ગાય 
​C ના બાદ R પર આવનારો શબ્દ Cricket ક્રિકેટ 


અંગ્રેજી બોલવુ તમે ધારો છો એટલું અઘરુ નથી. તમે જો આ બેઝિક નિયમો જાણી લેશો તો પોપટની જેમ પટપટ અંગ્રેજી બોલી જશો