નવી દિલ્હીઃ Health and lifestyle news: હવે ધીમે ધીમે ઠંડી વધવાની છે, એટલે કે શિયાળાની શરૂઆત થવાની છે. ઠંડીની સીઝનમાં શરીરમાં આળસ વધુ રહે છે. તેના કારણે શરીર બીમાર લાગે છે. આળસને કારણે કોઈ કામમાં મન લાગતું નથી. અહીં જણાવવામાં આવી રહેલી એક એક્સરસાઇઝ જો તમે તમારા રૂટીનમાં ફોલો કરી લો તો ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. આ એક્સરસાઇઝ કરવા માટે કોઈ જિમમાં જવાની જરૂર નથી. તેને તમે છત પર કે કોઈ ખુલ્લા મેદાનમાં પણ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલ્થ નિષ્ણાંત જણાવે છે કે ઠંડીના દિવસમાં તમે દરરોજ 15 મિનિટ વોકિંગ કરશો તો ફિટ રહેશે. આ સાથે તે તમને મોટાપા કે કોઈ અન્ય બીમારીથી પણ દૂર રાખશે. 


વોક કરવાના ફાયદા
1. હેલ્થ નિષ્ણાંતનું માનવું છે કે ઠંડીમાં દરરોજ 15 મિનિટની એક્સરસાઇઝ તમારા સ્વાસ્થ્ય માટે સારી રહે છે. શિયાળામાં આળસને કારણે આપણે વધારે સુવાનું કે બેઠા રહેવાનું મન થાય છે. શારીરિક એક્ટિવિટી ઓછી થવાને કારણે શરીરનું પાચન તંત્ર પ્રભાવિત થાય છે. તેના કારણે પેટ સાથે જોડાયેલી સમસ્યા આવે છે. 


આ પણ વાંચોઃ માત્ર ખુરશી પર બેઠા-બેઠા ઘટાડો વજન! ક્યારેય નહીં પડે GYM માં જવાની જરૂર


2. ભાગદોડ ભરેલી જિંદગીમાં કામ અને પરિવારને કારણે લોકોએ તણાવ અને ચિંતાનો સામનો કરવો પડી શકે છે. દરરોજ સવારે 10 મિનિટની વોક તમારો મૂડ સારો રાખે છે. તેના કારણે મજગને તાજો ઓક્સીજન અને તમને ડિપ્રેશનથી છૂટકારો મળે છે. 


3. ઠંડીને કારણે ઘણા લોકો ઘરમાં બેઠા રહે છે. તેના કારણે મોટી ઉંમરના લોકોમાં ઘુંટણના દુખાવાની સમસ્યા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે દરરોજ ચાલવાથી ઘુંટણના દુખાવામાં આરામ મળે છે. ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ માટે રેગ્યુલર વોક કરવી ફાયદાકારક સાબિત થાય છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતીના આધારે છે. તેને અપનાવતા પહેલાં તમે કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube