નવી દિલ્લીઃ જમુઈના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બઘમાના રહેવાસી સુનીલ કુમાર પહેલાથી જ પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે. દરમિયાન, તેને મામી સાસુ સાથે ક્યારે પ્રેમ થઈ ગયો તેની કોઈને ખબર નહોતી. સોમવારે રાત્રે તે અંધારામાં તેની સાસુને મળવા ગયો હતો ત્યારે ગ્રામજનોએ તેને રંગે હાથે પકડી લીધો હતો અને માર માર્યો હતો. એવી પણ માહિતી સામે આવી કે, રોજ અંધારું પડતા જ બન્ને એકમેકને છુપાઈને મળતા અને પછી એકબીજામાં ઓતપ્રોત થઈને દુનિયાનું ભાન ભુલી જતા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાસુને મળવા આવેલા સુનીલ યાદવને લોકોએ માર માર્યો-
સંબંધોને તાર તાર કરી દેતા આ ઘટનાની વિગતો એવી છે કે એક યુવકનું દિલ પોતાની સાસું પર આવી ગયું હતું. રાતના અંધારામાં તે તેની સાસુને મળવા પહોંચી ગયો. પરંતુ, આ દરમિયાન ગ્રામજનોએ યુવકને રંગે હાથે પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો. આ પછી તેની પત્નીને આ માહિતી આપવામાં આવી હતી.


પત્નીએ પતિને સાવરણી વડે ફટકાર્યો-
પત્ની ઘટનાસ્થળે પહોંચી અને સાવરણી વડે પતિને ગંભીર રીતે માર માર્યો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે અને હવે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાઘામાના રહેવાસી સુનીલ કુમારને તેની પત્નીને બદલે તેની મામી સાસુ સાથે પ્રેમ થયો હતો. તેણીના મામી સાસુ કાલા ગામના રહેવાસી છે. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ડેટિંગ કરવા લાગ્યા હતા.


સુનીલ ત્રણ બાળકોનો પિતા છે-
સુનીલ યાદવ પહેલેથી જ પરિણીત છે અને ત્રણ બાળકોનો પિતા પણ છે. તે તેની પ્રેમિકા સાસુને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો. ગામલોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ તેને પકડીને ઝાડ સાથે બાંધી દીધો. ઝાડ સાથે બાંધ્યા બાદ સુનીલ યાદવની પત્ની સ્થળ પર પહોંચી અને તેને થપ્પડ, ચપ્પલ અને ઝાડુથી મારતી રહી.


આ દરમિયાન ગામના લોકોની ભીડ પણ ત્યાં એકઠી થઈ ગઈ અને લોકો આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવતા રહ્યા. જો કે આ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી નથી. લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજવર્ધન કુમારે કહ્યું કે તેમને આ કેસ વિશે કોઈ માહિતી નથી.