Skin Care: દરેક વ્યક્તિ બેદાગ અને સુંદર ત્વચા મેળવવા ઈચ્છે છે. પરંતુ ઘરેથી બહાર નીકળીએ ત્યારે તડકો, ધૂળ, પ્રદૂષણ અને સાથે બહારનો ખોરાક ત્વચા ઉપર સૌથી વધુ અસર કરે છે. જેના કારણે ચહેરાની ત્વચા ડલ અને બેજાન દેખાવા લાગે છે. જોકે આ બધી જ સમસ્યાઓ વચ્ચે પણ તમે સ્પોટ લેસ અને ગ્લોઇંગ ત્વચા મેળવી શકો છો. તેના માટે તમારે હજારો રૂપિયા ખર્ચ કરીને ફેશિયલ જેવી ટ્રીટમેન્ટ કરાવવાની પણ જરૂર નથી. તમે ઘરમાં જ સરળ વસ્તુઓના ઉપયોગથી ત્વચા પર નિખાર લાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહેરા પર નિખાર લાવવો હોય તો બટેટાના આ ફેસપેક તમારી મદદ કરી શકે છે. બટેટાનો ઉપયોગ કરીને આ ફેસપેક બનાવવામાં આવે છે જે ત્વચાને ડીપ મોસ્ચ્યુરાઈઝ કરે છે અને સાથે જ ત્વચા પર થતી ઉંમરની અસરને પણ ઘટાડે છે. તેનાથી આંખ નીચે થયેલા ડાર્ક સર્કલ અને ડાર્ક સ્પોટ પણ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ તમે બટેટાનો ઉપયોગ ત્વચા પર કેવી રીતે કરી શકો છો.


આ પણ વાંચો:


આ સમયે પીવું જીરાનું પાણી, શરીરની વધેલી ચરબી ઝડપથી થશે ઓછી, 15 દિવસમાં દેખાશે અસર


Skin Care: સોફ્ટ અને ક્લીયર સ્કીન મેળવવા માટે મલાઈમાં આ 3 વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર


સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, તલના તેલમાં આ વસ્તુ ઉમેરી રાત્રે લગાડો વાળમાં


બટેટાનો રસ


એક બટેટાની સારી રીતે ધોઈને છીણી લેવું. હવે તેને કપડાની મદદથી નીચોવી અને તેનો રસ કાઢી લેવો. બટેટાના રસને રૂની મદદથી ચહેરા અને ગરદન પર લગાડો અને દસ મિનિટ સુધી રાખો ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.


દહીં અને બટેટા


તેના માટે સૌથી પહેલા બટેટાની પેસ્ટ બનાવી તેમાં બે ચમચી દહીં ઉમેરી તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાડો. ત્યાર પછી ચહેરાને સાફ કરો આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરવો 


બટેટા અને મધ


બટેટાને સાફ કરીને તેની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી મધ અને એક ચમચી બદામ ઓઇલ ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી ચહેરા પર અડધી કલાક માટે રાખો. ત્યાર પછી ચહેરાને સાફ કરી લો. આમ કરવાથી સ્કીન બેદાગ અને ચમકદાર બને છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)