અંબાણી પરિવારની લાડલી વહુના શિક્ષણ પાછળ એટલા રૂપિયા ખર્ચાયા, જેટલી એક માણસ જિંદગીભરની કમાણી હોય છે
Mukesh Ambani Bahu Shloka Mehta Education Fees : શ્લોકા હંમેશા પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે, તેમણે પોતાના અભ્યાસ પર કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે
Shloka Mehta Education : અંબાણી પરિવારના એક એક સદસ્ય લોકોમાં પોપ્યુલર છે. ભારતનો સૌથી ઘનાઢ્ય પરિવાર એટલે મુકેશ અંબાણીનો પરિવાર. તેમને સંતાનમાં બે દીકરા અનંત અને આકાશ તથા એક દીકરી ઈશા અંબાણી છે. મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે. આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019 ના રોજ થયા હતા.
શ્લોકા હંમેશા પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે, તેમણે પોતાના અભ્યાસ પર કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
અંબાણી પરિવારની લાડલી વહુ શ્લોકા મહેતાએ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન મેળવ્યું છે. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી પોલિટિકલ સાયન્સમાંથી લો વિષયમાં માસ્ટર્સ કર્યું છે.
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ
વર્ષ 2009 માં શ્લોકા મહેતાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. આકાશ અંબાણી સાથે તેની મિત્રતા સ્કૂલના સમયથી જ હતી. અહી વાર્ષિક ફી લાખોમાં છે.
ઉચ્ચ શિક્ષણ અમેરિકામાં
શ્લોકાએ પોતાના ઉચ્ચ શિક્ષણ અમેરિકાથી મેળવ્યું છે. તેમણે ન્યૂજર્સીની પ્રિસ્ટન યુનિવર્સિટીમાં ભણ્યા છે. રિપોર્ટ અનુસાર, અહીંની વાર્ષિક ફી 65 લાખ રૂપિયા હતી.
લંડનથી કર્યુ માસ્ટર્સ
અમેરિકાથી ગ્રેજ્યુએશન બાદ શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે, અહીંની વાર્ષિક ફી લગભગ 21 લાખ હતી.
ઉલ્લેખનીય છે કે, શ્લોકા બિઝનેસની સાથે સાથે સોશિયલ વર્ક સાથે પણ જોડાયેલી છે. બિઝનેસ કંપની શરૂ કરવાથી લઈને શ્લોકા સામાજિક કાર્યોમાં સક્રિય છે. શ્લોકાએ કનેક્ટ ફોર નામની એક કંપની લોન્ચ કરી હતી. આ કંપની દેશભરમાં એનજીઓની સહયોગ કરે છે. એનજીઓની મદદથી જૂરરિયાતમંદ લોકોને શિક્ષણ, ભોજન અને ઘર ઉપલબ્ધ કરાવે છે.