નવી દિલ્હીઃ દરેક યુવતી સુંદર દેખાવા માગે છે અને તે માટે તેઓ ટ્રેન્ડી અને સ્ટાઈલિશ કપડાથી લઈને હેર સ્ટાઈલ સુધીમાં એક્સપેરિમેન્ટ કરે છે. આ સાથે પોતાની ગમતી એક્ટ્રેસની સ્ટાઈલને પણ ફોલો કરે છે. મેકઅપ, સ્કીન કેર, આઉટફિટ, એક્સસરીઝ, જ્વેલરી તમામ સ્ટાઈલિશ અને ફેશનેબલ હોય તેવું ઈચ્છે છે. જો કે, તમે સ્ટાઈલિશ દેખાવ તે માટે અમુક ટિપ્સ ફોલો કરવી જરૂરી છે. સૌથી પહેલાં મહિલાને તે ખબર હોવી જોઈએ કે, તેમને શું પહેરવું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રસંગો મુજબ કપડાઓ પહેરવાનું રાખો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે કપડા પહેરી રહ્યા છો તે શૂટેબલ છે. હાલ વેડિંગ સિઝન આવી ગઈ છે. ત્યારે મોટાભાગની યુવતીઓ ટ્રેડિશનલ આઉટફીટ પહેરવાનું પસંદ કરે છે. એથનિક વિયરમાં યુવતીઓ કુર્તા સેટ, સલવાર સૂટ અને શરારા સૂટને પહેરી શકે છે. જો તમે કોઈ ફંક્શનમાં સૂટ પહેરવાના છો તો ડિફરન્ટ લૂક માટે પોતાની ઈયરરિંગ્સ સિલેક્શન પર ખાસ ધ્યાન આપો. કેમ કે, એક ઈયરરિંગ્સ પણ તમારા લૂકને સુંદર બનાવી શકે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું એવી ચાર અલગ અલગ પ્રકારની ઈયરરિંગ્સ વિશે, જે તમારા સૂટને બનાવશે આકર્ષક.


લોન્ગ ઈયરરિંગ્સ-
હાલની ફેશન મુજબ લોન્ગ ઈયરરિંગ્સ ચલણમાં છે. તમે હેવી સૂટ પર લોન્ગ ઈયરરિંગ્સ પહેરી શકોછે. જે પારંપરિક ડ્રેસ પર સારો લૂક આપે છે. લોન્ગ ઈયરરિંગ્સમાં અનેક વેરાયટી તમને મળી જશે.


ઝુમકા-
ઝુમકા હંમેશા મહિલાઓને પસંદ આવે છે. તમે તમારા પારંપરિક લૂક સાથે ઝુમકા પહેરી શકો છો. સાડી હોય, સૂટ હોય કે શરારા હોય તમામ પર ઝુમકા બહુ જ સુંદર લાગે અને ટ્રેડિશનલ લૂક આપે છે. બજારમાં ગોલ્ડ, સિલ્વર અને ઘણી અન્ય સ્ટાઈલના ઝુમકા મળે છે. 


રાઉન્ડ ઈયરરિંગ-
આજકાલ ડ્રોપડાઉન રાઉન્ડ ઈયરરિંગ્સ પણ ટ્રેન્ડમાં છે. ટ્રેડિશનલ આઉટફિટ પર આ પ્રકારની ઈયરરિંગ્સ શાનદાર લાગે છે. કુર્તા સેટ પર આ ઈયરરિંગ્સ પાર્ટીના લૂકને વધારે સ્ટાલિશ બનાવી દે છે. 


ડાયમન્ડ ટોપ્સ-
સૂટ પર સિમ્પલ ટોપ્સ પણ આકર્ષક લાગે છે. તમે ડાયમંડ ટોપ્સ અથવા શોર્ટ ઈયરરિંગ્સ પણ તમારા ટ્રેડિશનલ લૂકને વધારે સુંદર બનાવી શકે છે.