યશ કંસારા, અમદાવાદઃ આજકલ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા સાઇટ્સ પર ઘણા લોકો ફર્સ્ટ કોપી શૂઝનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે, ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, આ ફર્સ્ટ કોપી શું હોય છે? ફર્સ્ટ કોપી શૂઝ બીજા કઈ નહીં પણ ઓરિજીનલ શૂઝની કોપી છે. જેના ઘણી વખત ટૃ કોપી (True Copy) કે નોક ઓફસ્ (Knock offs) પણ કહેવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના સમયમાં દરેક બ્રાન્ડના શૂઝ, કપડાં, મેકઅપ સહિત ઘણી બધી ચીજ વસ્તુઓની કોપી અવેલેબલ છે. એક રીતે જોવા જઇએ તો ફર્સ્ટ કોપી સારી હોય છે, પણ તે ઓરિજીનલ જેટલી ટકાઉ નથી હોતી. ઘણા લોકો માને છે કે ચીન, વિએટનામ કે પછી ઈન્ડિનેશિયામાં બનતા શૂઝ ફર્સ્ટ કોપી હોય છે. પણ, એવું નથી ઘણી એથલેટિક્સ કંપની જેમ કે નાઇક (Nike), એડિડાસ (Adidas), રિબોક (Reebook) અને પ્યૂમા (Puma) જેવી કંપનીઓની ફેક્ટ્રી એવા દેશોમાં આવેલી છે, જ્યાં લેબર કોસ્ટ ઓછો હોય. એનો મતલબ એવો નથી કે આ દેશમાં બનતા શૂઝ ફર્સ્ટ કોપી છે. લોકો આ પ્રકારની ફર્સ્ટ કોપી એટલે બનાવી રહ્યા છે, કેમ કે ઘણા લોકો ઓરિજીનલ પ્રોડક્ટસ મોંઘી હોવાના કારણે ખરીદી નથી શકતા.


ફર્સ્ટ કોપી અને ઓરિજીનલ શૂઝ વચ્ચેનો ફરક-
આજે તમામ બ્રાન્ડના શૂઝની ફર્સ્ટ કોપી માર્કેટમાં અવેલેબલ છે. લોકો ફર્સ્ટ કોપી અને ઓરિજીનલ વચ્ચે ફરક કરવામાં ઘણી વખતે મૂંઝવણ અનુભવે છે. હાલ, માર્કેટમાં એવા પણ લોકો ફરી રહ્યા છે, જે તમને ઓરિજીનલની કિંમતે ફર્સ્ટ કોપી શૂઝ પધરાવી શકે છે. એટલે ફર્સ્ટ તોપી અને ઓરિજીનલ વચ્ચેનો તફાવત તમને ખબર હોવી જોઈએ.
- ફર્સ્ટ કોપીમાં જે શૂ ક્લોથ હોય તે નબળી ક્વોલિટીનું હોય છે.
- ફર્સ્ટ કોપીની કોઈ વોરિન્ટી નથી હોતી.
- દરેક બ્રાન્ડેડ શૂઝ મોંઘા હોય છે, કેમ કે તેની ગુણવત્તા અને સ્ટ્રેન્થ સારી હોય છે. જ્યારે, ફર્સ્ટ કોપી માત્ર ફેશન ફોક્સડ જ હોય છે.
- ઘણા લોકો હુબહુ ઓરિજીનલ શૂઝની કોપી કરે છે, જેનાથી તમે તે ફર્સ્ટ કોપી છે કે પછી તે ઓરિજીનલ છે. તેની પરખ ના કરી શકો. પણ તમે તેની ગુણવત્તા તેની સિવણ અને તેના લેધર પરથી કરી શકો છો.


અમુક કંપનીઓ હુબહુ ઓરિજીનલ જેવા શૂઝ બનાવે, જેને 7a ક્વોલિટી શૂઝ કહેવામાં આવે છે. જોકે, ફર્સ્ટ કોપી અને 7a રેપ્લિકા (Replica)માં પણ ઘણો ફરક હોય છે. ફર્સ્ટ કોપી શૂઝ દેખાવમાં સારા હોય પણ તેની ક્વોલિટી નથી હોતી. જ્યારે, 7a શૂઝની ક્વોલિટી ફર્સ્ટ કોપી કરતા સારી હોય છે.


કેવી રીતે ફર્સ્ટ કોપી અને ઓરિજીનલ વચ્ચે કરવો ફરક-
ઘણી બધી ટ્રીક્સ છે, જેનાથી તમે ફર્સ્ટ કોપી અને ઓરિજીનલ વચ્ચે તફાવત કરી શકો છો. એ ટ્રીક્સ જાણવી ખૂબ જ જરૂરી છે, કેમ કે જો તમને ખબર નહીં હોય તો તમે ઓરિજીનલ કે પ્રાઇસે ફર્સ્ટ કોપી લઇ શકો છો.


મેન્ચુફેચર્ર કોણ છે-
જો તમે ફર્સ્ટ કોપી લઇ રહ્યા છો, તો ધ્યાન રાખવું કે સેલર વધારે કિંમતે તમને શૂઝ નથી આપી રહ્યો. ફર્સ્ટ કોપી ઘણા લોકો બનાવતા હોય છે, એટલે માર્કેટમાં કા પછી ઓનલાઇન તમે ચેક કરી શકો છો.


ઓનલાઈન રિવ્યૂ જોવા-
જો તમે ઓનલાઇન શૂઝ ખરીદી રહ્યા છો તો શૂઝના રિવ્યૂ વાંચી લેવા. જે લોકોએ તમારી અગાઉ શૂઝ ખરીદ્યા હશે, તેમણે પ્રોડક્ટની ગુણવત્તા વિશે રિવ્યૂ આપ્યા હશે.


ક્વોલિટી ચેક-
ઓરિજીનલ બ્રાન્ડ જેમ કે નાઇક, એડિડાસ જેવી મોટી બ્રાન્ડસ પોતાની પ્રોડક્ટ ક્વોલિટી સાથે કોમ્પ્રમાઇઝ નથી કરતા. પણ ફર્સ્ટ કોપી શૂઝમાં લો મટિરિયલ અને ફેબ્રિક વાળા હોય છે. કેમ કે તે ઓછી કિંમતે વેચાય છે.


સ્ટિતિંગ પેટર્ન-
તમે સ્ટિચિંગ પેટર્નથી ફર્સ્ટ કોપી શૂઝને પરખ કરી શકો છો. જો પેટર્ન સ્કિવન્સમાં ના હોય તો તે ફર્સ્ટ કોપી છે. ઓરિજીનલ બ્રાન્ડ કોઈ દિવસ પોતાની સ્ટિચિંગ પેટર્ન નથી બદલતા. કેમ કે તેઓ પોતાની ગુણવત્તા સાથે કોપ્રમાઇસ નથી કરતા હોતા. મોટી બ્રાન્ડસ પોતાના ગ્રાહકનો ભરોસો નથી તોડવા માગતા.


લોગો ચેક કરવો-
ઓરિજીનલ શૂઝના લોકો કાયમ તેના સોલની ઉપર અને અંદર હોય છે. કોઈ પણ ઓરિજીનલ બ્રાન્ડના લોગોને કોપી નથી કરી શકતું. ત્યારે, ફર્સ્ટ કોપી શૂઝ આવા લોગો નથી ધરાવતા.


SKU કોડ-
દરેક ઓરિજીનલ શૂઝમાં SKU કોડ હોય છે. જે લોગોની નીચે હોય છે. જો શૂઝ પર તે સ્ટેમ્પ પ્રાકરનું હોય તો તે ઓરિજીનલ બ્રાન્ડ નથી.