100થી વધુ વર્ષના પિતા અને 75 વર્ષનો પુત્ર. બંનેની કેમિસ્ટ્રી જોઈને લોકો ના રોકી શક્યા આંસુ
Trending Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પિતા-પુત્રનો સુંદર પ્રેમ જોવા મળી રહ્યો છે.
Trending Video: પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ ખુબ અલગ હોય છે. તેમનું બોન્ડિંગ દરેક સંબંધથી અલગ હોય છે. આજના યુગમાં લોકો એકબીજાને જોવાનું પણ ટાળે છે. સંબંધોમાં ખાલીપો છે. પરંતુ પુત્રની ઉંમર ગમે તેટલી હોય પણ તે તેના પિતા માટે હંમેશા નાનો જ રહે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પિતા-પુત્રનો સુંદર પ્રેમ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
હોળી પર જો કન્ફર્મ ટિકીટ ન મળે તો આ વિકલ્પનો ઉપયોગ કરો, ટિકિટ થઈ જશે તુરંત Confirm
વૃક્ષની નીચે ઉભા હતા લોકો અને ત્યારે જ આકાશમાંથી મોત આવ્યું, જુઓ ઘટનાના CCTV ફુટેજ
માતા-પુત્રનીને જોઈને તમારું લોહી ઉકળી જશે, અશ્લીલ વીડિયોના કારણે ઉઠી ધરપકડની માંગ
તેને @goodpersonsrini નામના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે- પિતાની ઉંમર 100 વર્ષ, પુત્રની 75 વર્ષ. શું આવનારી પેઢી આવા સંબંધો જાળવી શકશે? આ વીડિયોમાં બે લોકો જોવા મળી રહ્યા છે. બેઠેલા વ્યક્તિની ઉંમર 75 વર્ષની આસપાસ હશે, તે પોતાના પિતા સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી રહ્યો છે.
પિતા પલંગ પર સુતા છે અને તેમને કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે પિતા તેમની વાત સમજતા નથી ત્યારે તેઓ તેમના કાન પાસે જઈને બોલે છે. આ દરમિયાન તે મોં વડે સીટી વગાડીને તેમને ગાવાનો પ્રયત્ન કરે છે. આ પછી પિતાને પૂછવામાં આવે છે કે આ કયા ગીતના બોલ છે. ત્યાં એક મહિલા અને એક યુવતી પણ છે, જે પરિવારના સભ્યો છે.
આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. પરંતુ બંનેની વાતચીત પરથી એવું લાગે છે કે તેઓ કદાચ દક્ષિણ ભારતના છે. આ પોસ્ટ પર જગન્નાથન નામના વ્યક્તિએ કોમેન્ટ કરી છે. તેણે આ વીડિયો તેના પરિવારને જણાવ્યું.
@goodpersonsriniનો આભાર માનતા તેણે લખ્યું, આભાર, આ મારા પિતા છે. 19 જાન્યુઆરીએ તેમણે પોતાનો 105મો જન્મદિવસ ઉજવ્યો. જ્યારે 17 જાન્યુઆરીએ મારો 75મો જન્મદિવસ હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.46 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 11 હજાર લાઈક્સ અને 2 હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે. પિતા અને પુત્ર વચ્ચેની અદભૂત બોન્ડિંગ જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે.