Feng Shui Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર વસ્તુઓને વ્યવસ્થિત રીતે ગોઠવવાના ઘણા ફાયદા છે. આ પ્રકારે ફેંગશુઈનું પણ મહત્વ છે. કહેવાય છે કે તેનાથી સંબંધિત વસ્તુઓનું પાલન કરવાથી ઘરમાંથી ઘણી પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે. ફેંગશુઈ વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ લાવે છે. જોકે, તેમને સંગ્રહિત કરવાની યોગ્ય રીત જાણવી મહત્વપૂર્ણ છે. આજે અમે ફેંગશુઈ હાથીના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે હાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. આવો જાણીએ ઘરમાં ફેંગશુઈ હાથી રાખવાના ફાયદા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકારાત્મકતા દૂર કરે
ફેંગશુઈ હાથીને ઘરના મુખ્ય દરવાજા પર રાખવો શુભ છે. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. જો ઘરનું પ્રવેશદ્વાર મોટું હોય તો હાથીઓની જોડી જેનું મુખ બહાર હોય તે વધારે ફાયદાકારક છે. જો તમારે સૌભાગ્ય વધારવું હોય તો હાથીની મૂર્તિ અંદર મુકો.


સંબંધોમાં મજબૂતી
ફેંગશુઈ હાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. કપલ પોતાના બેડરૂમમાં હાથીની પેન્ટિંગ રાખી શકે છે. આ સાથે હાથીના જોડાની મૂર્તિઓ, ચિત્રો કે ગાદી-કવર પણ રાખી શકાય છે.


વિદ્યાર્થીઓ માટે
જો બાળકને વાંચવાનું મન ન થાય. અથવા મહેનત કર્યા પછી પણ પરિણામ સારું નથી આવતું. તો ફેંગશુઈ હાથીને સ્ટડી ટેબલ પાસે રાખવો જોઈએ. એવું કહેવાય છે કે આનાથી બાળકનું મન શાંત થશે. તેનું મન ભણવામાં લાગશે.


સંતાન પ્રાપ્તિ થાય છે
ફેંગશુઈ હાથીને બેડરૂમમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જે દંપતિઓ સંતાન ઈચ્છે છે. તેઓએ ફેંગશુઈ હાથીને રૂમમાં રાખવું જોઈએ. સાથે જ તે નાણાંકીય અવરોધો પણ દૂર કરે છે.