Kitchen Hacks: રસોડામાં ભૂલથી પણ કોઈ વસ્તુ ખુલ્લી રહી જાય તો તેમાં જીવજંતુ થઈ જાય છે. ત્યારે જો વાત હોય આખું વર્ષ માટે ભરવાના ઘઉં ચોખા સહિતના અનાજની તો તેને સ્ટોર કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો આ વસ્તુ સ્ટોર કરવામાં થોડી પણ બેદરકારી રહી જાય તો ધનેડા પડતા વાર નથી લાગતી. ઘઉં સહિતના અનાજ આખું વર્ષ માટે ભરવાના હોય છે તેથી તે વધારે પ્રમાણમાં લીધેલા હોય છે. જો આટલા ઘઉં ચોખા કે દાળમાં ધનેડા કે જીવડા પડી જાય તો મહેનત પણ વધી જાય છે અને અનાજની બરબાદી પણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પરસેવાના કારણે ત્વચા પર થતા રેશિસથી તુરંત રાહત મેળવવી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખા


ધનેડા જેવા જીવજંતુ અનાજમાં થઈ જાય તો લોકો અનાજને ફેંકી દે છે. તો વળી કેટલાક લોકો તેને તડકામાં સુકવીને ઉપયોગમાં લે છે. પરંતુ એક વખત જેમાં જીવડા પડી જાય તે વસ્તુ વાપરવામાં જીવ નથી ચાલતો. આવી સ્થિતિ તમારા ઘરે ન સર્જાય તે માટે ઘઉં સહિતના અનાજને સ્ટોર કરો ત્યારે કેટલાક ઘરેલુ નુસખા અજમાવવા જોઈએ. આ નુસખા અજમાવશો તો અનાજમાં ક્યારેય જીવડા નહીં પડે. 


ઘઉં સહિતના અનાજ સ્ટોર કરવાની ટીપ્સ


લીમડો 


કોઈપણ અનાજ કે દાળને સ્ટોર કરો તો ડબ્બાને સારી રીતે સાફ કરી કોરો કરી લેવો. ત્યાર પછી તેમાં અનાજ ભરીને તેની ઉપર કડવો લીમડો રાખી દેવો. કડવા લીમડાને પણ સુકવીને રાખવો. કડવા લીમડાની સુગંધથી જીવડા અનાજની આસપાસ પણ નહીં ફરકે. 


આ પણ વાંચો: Skin Care: ટેનિંગ દૂર કરવા આ 3 રીતે દહીંનો કરો ઉપયોગ, 10 મિનિટમાં ચહેરો ચમકી જશે


લવિંગ 


લવિંગનો ઉપયોગ ગરમ મસાલા તરીકે કરવામાં આવે છે. લવિંગથી દાળ, ચોખામાં જીવડા પડતા નથી. ચોખા કે દાળના ડબ્બામાં લવિંગ રાખી દેવાથી ધનેડા સહિતના જીવજંતુ દૂર રહે છે. 


મીઠાના ગાંગડા 


આ વાત સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે પરંતુ મીઠું પણ ધનેડા સહિતના જીવડાને ભગાડવા માટે સારો વિકલ્પ છે. મીઠાના ટુકડાને કોટનના કપડામાં બાંધીને ઘઉંની કોઠીમાં મૂકી દેવાથી ધનેડા પડતા નથી. 


આ પણ વાંચો: ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવાથી જીભ દાઝી જાય તો તુરંત રાહત માટે ટ્રાય કરો આ દેશી ઈલાજ


લાલ મરચાં 


ઘણી વખત ઘઉંના લોટમાં, ચણાના લોટમાં, રવામાં પણ ધનેડા પડી જાય છે. આવી વસ્તુઓમાં ધનેડા કે ઈડળ ન થાય તે માટે લોટમાં આખા લાલ મરચા રાખી દેવા જોઈએ. 


તમાલપત્ર 


તમાલપત્ર પણ એવો ગરમ મસાલો છે જેની સુગંધ ધનેડા સહિતના જીવજંતુ દૂર ભાગે છે. દાળના ડબ્બામાં તમાલપત્ર રાખી દેવાથી ધનેડા નહીં પડે.


આ પણ વાંચો: Onion For Hair: વાળનો ગ્રોથ વધારવા આ રીતે લગાડો ડુંગળી, વાળ ઝડપથી લાંબા થાશે


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)