Stretch Marks: વજન ઘટી ગયા પછી શરીર પર સ્ટ્રેચ માર્કસ પડી જાય છે. આ સ્ટેજ માર્ક્સ મોટા ભાગે પેટ, કમર અને સાથળના ભાગે વધારે દેખાય છે. ત્વચા પર રહી ગયેલા સ્ટ્રેચમાર્ક ખૂબ જ ખરાબ દેખાય છે તેથી તે લુકને પણ ખરાબ કરે છે આ સ્ટેચ માર્ક્સથી છુટકારો મેળવવા માટે અલગ અલગ ઉપાયો લોકો અજમાવતા હોય છે અને મોંઘી ક્રીમનો ઉપયોગ પણ કરે છે. કોઈપણ પ્રકારના ખર્ચ વિના ઘરેલુ ઉપાયની મદદથી પણ સ્ટ્રેચમાર્ક દૂર કરી શકાય છે. આજે તમને એવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવીએ જેની મદદથી સ્ટ્રેચમાર્કને સરળતાથી દૂર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Storage Tips: આ 4 વસ્તુ ફ્રિજમાં રાખવાથી બની જાય ઝેર, ગંભીર બીમારી થવાનું પણ જોખમ


નાળિયેર તેલ 


સ્ટ્રેચમાર્ક ઘટાડવા માટે નાળિયેરનું તેલ સૌથી અસરકારક છે. નાળિયેર તેલનો ઉપયોગ કરવા માટે રોજ રાત્રે સુતા પહેલા સ્ટ્રેચમાર્ક હોય તે જગ્યા પર નાળિયેર તેલ લગાવી હળવા હાથે માલીશ કરો. આખી રાત તેલને શરીર પર રહેવા દો અને પછી બીજા દિવસે સવારે હુંફાળા પાણીથી તેલ સાફ કરવું. નિયમિત નાળિયેર તેલનો આ રીતે ઉપયોગ કરવાથી સ્ટ્રેચમાર્ક દૂર થઈ જાય છે. 


આ પણ વાંચો: Belly Fat: પેટ પર જામેલા ફેટને ઓગાળી નાખશે આ નુસખો, બસ થોડા દિવસ જ કરવાનું છે આ કામ


એલોવેરા 


સ્ટ્રેચમાર્ક ઘટાડવા માટે એલોવેરા પણ અસરકારક સાબિત થાય છે. તે ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને સ્ટ્રેચમાર્કને પણ દૂર કરે છે. તેના માટે ફ્રેશ એલોવેરા જેલને સ્ટ્રેચમાર્ક પર લગાવો અને અડધી કલાક પછી પાણીથી સાફ કરો. એલોવેરા નિયમિત લગાડવાથી સ્ટ્રેચમાર્ક ગાયબ થઈ જશે. 


બેકિંગ સોડા અને લીંબુ 


લીંબુનો રસ અને બેકિંગ સોડાનું મિશ્રણ સ્ટ્રેચમાર્કને ઝડપથી દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી બેકિંગ સોડામાં લીંબુનો રસ મિક્સ કરો ત્યાર પછી આ મિશ્રણને પ્રભાવિત જગ્યા પર લગાવો. 15 મિનિટ પછી સ્કિન સાફ કરી લો. 


આ પણ વાંચો: કરચલીઓને વધતી અટકાવવા આ સફેદ વસ્તુને લીંબુના રસમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો


ખાંડ અને બદામનું તેલ 


ખાંડમાં બદામનું તેલ મિક્સ કરીને સ્ટ્રેચમાર્ક પર લગાવી 5 મિનિટ મસાજ કરો. બદામનું તેલ લગાડવાથી સ્કીન મુલાયમ બને છે અને સ્ટ્રેચમાર્ક પણ દૂર થાય છે. 15 મિનિટ માટે આ મિશ્રણને લગાવી રાખો અને પછી સ્કીન ક્લીન કરી લો. 


આ પણ વાંચો: ઘઉંના લોટમાં આ 4 માંથી કોઈ 1 લોટ થોડો મિક્સ કરી દો, આ રોટલીથી સુગર રહેશે કંટ્રોલમાં


બટેટાનો રસ 


સ્ટ્રેચમાર્કથી છુટકારો મેળવવા માટે બટેટાનો રસ પણ ઉપયોગી સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાની રંગત નીકળે છે. બટેટા માં સ્ટાર્ચ હોય છે જે સ્કીન પરના ડાઘ દૂર કરે છે અને સ્કીનને ટાઈટ કરે છે. રૂની મદદથી બટેટાનો રસ પ્રભાવિત જગ્યા પર લગાવો અને 30 મિનિટ પછી સ્કિન સાફ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)