Cleaning Hacks: ભોજન બનાવવા માટે અલગ અલગ મટીરીયલના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને રસોડાની કેટલીક વસ્તુઓને બનાવવા માટે એલ્યુમિનિયમના વાસણનો જ ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમની કઢાઈ સહિતના વાસણનો ઉપયોગ કરવાથી થોડા સમયમાં તેના પર જિદ્દી કાળા ડાઘ દેખાવા લાગે છે. સફાઈ કરવા પછી પણ આ ડાઘ જતા નથી.. એલ્યુમિનિયમના વાસણ ધીરે ધીરે કાળા પડવા લાગે છે. એલ્યુમિનિયમના વાસણ પર પડેલા આ ડાઘને દૂર કરવા મહેનત કરવાની જરૂર નથી. જો તમે આ ટીપ્સ ફોલો કરશો તો એલ્યુમિનિયમના વાસણ નવા હોય તેવા ચમકી જાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસણના ડાઘ દૂર કરવાના ઉપાય 


આ પણ વાંચો: White hair: વાળને મૂળમાંથી કુદરતી રીતે કાળા કરવા વાપરો તલમાંથી બનાવેલું આ હેર માસ્ક


- એલ્યુમિનિયમના વાસણ પર પડેલા ડાઘને દૂર કરવા હોય તો સૌથી પહેલા વાસણને ગરમ પાણીથી સાફ કરી સ્પંજની મદદથી લિક્વિડ શોપ તેના પર રગડો. ત્યાર પછી તેમાં ગરમ પાણી ભરી રાખી દો. પાંચ મિનિટમાં જ વાસણ પર જામેલી કાળા નીકળવા લાગશે. 


આ પણ વાંચો: Multani Mitti: રાત્રે ચહેરા પર લગાવશો મુલ્તાની માટી તો ક્યારેય નહીં જાવું પડે પાર્લર


- એલ્યુમિનિયમના વાસણને સાફ કરવા માટે હાર્ડ કેમિકલનો ઉપયોગ ન કરવો તે વાસણને નુકસાન કરી શકે છે. તેના બદલે આ ડાઘને દૂર કરવા માટે બેકિંગ સોડા અને પાણીની પેસ્ટનો ઉપયોગ કરવો. જો વાસણ બહારથી કાળું થઈ ગયું હોય તો બેકિંગ સોડામાં પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાસણની બહારની તરફ સારી રીતે લગાડી દો. થોડી મિનિટ પછી જ્યારે તમે સાફ કરશો તો એલ્યુમિનિયમ પરના ડાઘ નીકળવા લાગશે. 


આ પણ વાંચો: પેટની ચરબી ઘટાડવી છે તો ડાયટમાં સામેલ કરો આ 5 શાકભાજી, બરફની જેમ ઓગળી જાશે ચરબી


- એલ્યુમિનિયમના વાસણની ચમક પરત લાવી હોય તો લીંબુનો ટુકડો લઇ તેના પર ટેબલ સોલ્ટ લગાડીને એલ્યુમિનિયમનું વાસણ સાફ કરો. થોડી જ મિનિટોમાં વાસણ ચમકી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)