Food Storage Hacks: દરેક ઘરમાં બિસ્કિટ અને કુકીઝ ખાવાના શોખીન હોય જ છે. ખાસ કરીને ઘરના બાળકોને તો અલગ અલગ પ્રકારના બિસ્કિટ  ભાવતા હોય છે. તેથી રસોડાના નાસ્તાના ડબ્બામાં અલગ અલગ પ્રકારના બિસ્કીટ રાખેલા જોવા મળે છે. બાળકોની એક આદત એવી પણ હોય છે કે તેઓ રોજ અલગ અલગ પેકેટ ખોલી બિસ્કિટ  ખાતા હોય છે. તેવામાં એકવાર ખુલેલા પેકેટમાં બાકી બચેલા બિસ્કિટ  હવાઈ જાય છે એટલે કે પોચા પડી જાય છે. આ રીતે પોચા પડેલા બિસ્કિટ  કોઈ ખાતું નથી અને ફેંકવા પડે છે. જો આવું તમારી સાથે પણ થતું હોય તો આજે તમને ત્રણ સરળ ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો બિસ્કિટ  અને કૂકીઝનું પેકેટ ખુલશે તો પણ તે હવાશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Burnt Tongue: ગરમ વસ્તુના કારણે જીભ બળી જાય તો આ કરજો આ કામ, તુરંત મળશે આરામ


ખાવા માટે જ નહીં બટેટા ઘરની સફાઈમાં પણ છે ઉપયોગી, આ 3 વસ્તુ તો થઈ જાય છે નવા જેવી


Hair Care: વાળમાં મહેંદી લગાડતી વખતે આ 2 વાતનું નહીં રાખો ધ્યાન તો વાળને થશે નુકશાન


એર ટાઇટ કન્ટેનર 
બિસ્કિટનું પેકેટ ખોલ્યા પછી બાકી બચેલા બિસ્કિટ અને કૂકીઝને ખુલ્લા ડબ્બામાં મુકવાને બદલે તેને સ્ટોર કરવા માટે એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો. બિસ્કિટને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા હોય તો કાચના કન્ટેનરનો ઉપયોગ કરવો.  
 
ટીશ્યુ પેપર 
બિસ્કિટ અથવા કૂકીઝને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખવા માટે ટીશ્યુ પેપર પણ ઉપયોગી છે. આ માટે બિસ્કિટ મુકતા પહેલા કન્ટેનરમાં ટિશ્યુ પેપર રાખો ત્યારબાદ તેમાં કૂકીઝ સ્ટોર કરો. બિસ્કિટ રાખ્યા પછી ઉપરથી પણ ટિશ્યુ પેપર રાખી ડબ્બો પેક કરો.
  
ઝિપ લોક પાઉચ 
બિસ્કિટ અથવા કૂકીઝ સ્ટોર કરવા માટે ઝિપ લોક પાઉચનો પણ ઉપયોગ કરી શકાય છે. ઝિપ લોક બેગ બિસ્કિટ અથવા કૂકીઝને હવાના સંપર્કમાં આવવાથી બચાવશે જેથી તે ક્રિપ્સી રહેશે અને તેનો સ્વાદ પણ બગડશે નહીં.  


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)