Hair Color: હેર કલર કરાવ્યા પછી બસ આ ટીપ્સ ફોલો કરશો તો લાંબા સમય સુધી ટકશે કલર, વાળ દેખાશે વધારે સુંદર
Hair Color: જો તમે પણ હેર કલર કરાવો છો પણ થોડા સમયમાં કલર ફેડ થઈ જાય છે અને ફરીથી કલર કરાવવો પડે છે તો આજે તમને એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરવાથી આ સમસ્યા નહીં થાય.
Hair Color: સફેદ વાળને છુપાવવા માટે અને ટ્રેંડી લુક માટે લોકો વાળમાં કલર કરાવતા હોય છે. વાળમાં કલર કરાવવાથી લુક ચેન્જ થાય છે અને સ્ટાઇલિશ દેખાવામાં મદદ મળે છે. પરંતુ કલર કરેલા વાળ થોડા દિવસમાં જ ડલ પડી જાય છે. વાળમાં કરેલો કલર ઝડપથી દૂર થવા લાગે છે જેના કારણે વાળ ખરાબ દેખાય છે.
જો તમે પણ વાળને કલર કરાવતા હોય અને ઈચ્છા હોય કે વાળનો કલર લાંબા સમય સુધી ટકે અને વાળની ચમક પણ એવી જ રહે તો આજે તમને તેના માટેની ખાસ ટીપ્સ જણાવીએ. આ ટિપ્સ ફોલો કરવાથી હેર કલર લાંબા સમય સુધી ટકે છે.
આ પણ વાંચો:Stretch Marks: વજન ઘટે પછી દેખાતા સ્ટ્રેચ માર્ક્સને દુર કરવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય
હેર કલર કરાવ્યા પછી ફોલો કરો આ ટિપ્સ
1. સૌથી પહેલા તો કલર વાળને ધોવા માટે સલ્ફેટ ફ્રી શેમ્પુનો ઉપયોગ કરો. સલ્ફેટ વાળા શેમ્પૂ વાળ પર હાર્શ નથી હોતા જેના કારણે વાળ ડ્રાય પણ થઈ જાય છે અને કલર પણ ઝડપથી ફેડ થઈ જાય છે. તેથી હંમેશા સલ્ફેટ ફ્રી શેમ્પુ વાપરો.
2. વાળમાં શાઈન જાળવી રાખવા માટે શેમ્પુ કર્યા પછી હેર માસ્ક નિયમિત વાપરો. હેર માસ્ક વાપરવાથી વાળ હાઈડ્રેટ રહે છે અને કલર પણ લાંબો સમય ટકે છે.
આ પણ વાંચો: Storage Tips: આ 4 વસ્તુ ફ્રિજમાં રાખવાથી બની જાય ઝેર, ગંભીર બીમારી થવાનું પણ જોખમ
3. હેર વોશ કરવા માટે હંમેશા ઠંડા કે હુંફાળા પાણીનો ઉપયોગ કરો. ગરમ પાણીથી વાળનો કલર પણ જાય છે અને વાળ નબળા પડી જાય છે. શક્ય હોય તો વાળ ઠંડા પાણીથી જ ધોવા.
4. સૂર્યનો તડકો ફક્ત ત્વચાને જ નહીં વાળના રંગને પણ ફીકો કરે છે. તેથી ઘરેથી બહાર નીકળો ત્યારે યુવી પ્રોટેક્શન સ્પ્રેનો ઉપયોગ કરો. અથવા તો વાળને કવર કરીને બહાર નીકળો.
આ પણ વાંચો: Belly Fat: પેટ પર જામેલા ફેટને ઓગાળી નાખશે આ નુસખો, બસ થોડા દિવસ જ કરવાનું છે આ કામ
5. વાળ પર વારંવાર હીટ સ્ટાઇલિંગ કરવાથી બચો. હીટ ટાઈલીંગ ટુલ્સ વાળને બેજાન બનાવે છે.
6. વાળમાં થોડા થોડા સમયે ટચ અપ કરાવતા રહો. આવા પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળનો કલર ફેડ નહીં થાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)