Tips For Curd: ઉનાળાની શરુઆત થઈ ગઈ છે અને આ સીઝનમાં જમવામાં ઠંડુ ઠંડુ દહીં ખાવા મળે તો મજા પડી જાય છે. પરંતુ મોટાભાગે એવું થાય છે કે ઉનાળામાં દહીં ખાટું થઈ જાય છે. જો દહીં ખાટું થઈ જાય તો તેને ખાવાની મજા આવતી નથી. ખાટા દહીંનો ઉપયોગ કોઈ વાનગીમાં કરી શકાતો નથી. આજે તમને આ સમસ્યાનું સરળ સમાધાન જણાવી દઈએ. આ ટીપ્સ ફોલો કરશો તો ઉનાળામાં દહીં ખાટું નહીં થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહીં માટેની ઉપયોગી ટીપ્સ


આ પણ વાંચો: Ahmedabad Tourist Places: વેકેશનમાં ફરવા માટે અમદાવાદ નજીકની આ 4 જગ્યાઓ છે બેસ્ટ


દહીં સ્ટોર કરવા માટે તાપમાન ખૂબ જ જરૂરી હોય છે. દહીંને હંમેશા ઠંડી જગ્યાએ રાખવું. દહીંને તડકો આવતો હોય ત્યાં કે વધારે ગરમ જગ્યા હોય ત્યાં ઉનાળા દરમિયાન ન રાખો. જો બજારમાંથી દહીં લાવો તો પણ તેને ફ્રીજમાં તુરંત સ્ટોર કરો. 


દહીં ઉપર મલાઈ જામવા દેવી નહીં. આ મલાઈ બેક્ટેરિયાના વિકાસને વધારે છે. તેનાથી દહીં ઝડપથી ખાટું થઈ જાય છે. તેથી દહીં પર જામેલી મલાઈ હટાવી દેવી. 


આ પણ વાંચો: મેથી સાથે આ વસ્તુ મિક્સ કરી રાત્રે લગાડો વાળમાં, આ ઉપાય કરવાથી ઝડપથી લાંબા થશે વાળ


દહીં બનાવતી વખતે અથવા પીરસતી વખતે હાથ સાફ હોય તે વાતનું ધ્યાન રાખવું. હાથમાં પણ બેક્ટેરિયા હોય છે જે દહીંને ઝડપથી ખરાબ કરી શકે છે. 


દહીંને સ્ટોર કરવા માટે પ્લાસ્ટિક કંટેનર વાપરવું નહીં. આ કંટેનરમાં દહીં ઝડપથી ખરાબ થાય છે. દહીંને હંમેશા સ્ટીલ કે કાંચના વાસણમાં સ્ટોર કરો. 


આ પણ વાંચો: પ્રિયંકા ચોપડા ત્વચાને સુંદર બનાવવા લગાડે છે આ ફેસપેક, જાણો બનાવવાની રીત


એકસાથે વધારે દહીં બનાવતા હોય તો દહીંને નાના નાના કંટેનરમાં સ્ટોર કરો. જો વારંવાર બધું જ દહીં હવાના સંપર્કમાં આવે તો તે ઝડપથી ખાટું અને ખરાબ થઈ જાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)